મહિલા ટી-20 વર્લ્ડ કપ 2024 નું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયેલ છે. આ ટુર્નામેન્ટ ત્રણ ઓક્ટોબરથી સંયુક્ત આરબ અમીરાત (UAE) માં શરૂ થવાની છે. તાજેતરમાં જ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા બાંગ્લાદેશ પાસેથી ટૂર્નામેન્ટની યજમાની છીનવી લેવામાં આવી હતી. આ તમામ મેચો દુબઈ અને શારજાહમાં રમાવવાની છે.
મહિલા T-20 વર્લ્ડ કપમાં કુલ 10 ટીમો ભાગ લેવાની છે. આ ટીમે બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે. ઓસ્ટ્રેલિયા, ભારત, ન્યુઝીલેન્ડ, પાકિસ્તાન અને શ્રીલંકાની ટીમો ને ગ્રુપ A માં રાખવામાં આવેલ છે. જ્યારે ગ્રુપ બીમાં સાઉથ આફ્રિકા, ઈંગ્લેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ, બાંગ્લાદેશ અને સ્કોટલેન્ડની ટીમોનો સમાવેશ થાય છે. ટૂર્નામેન્ટ પહેલા 28 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધી 10 પ્રેક્ટિસ મેચ રમાવવાની છે.
ટૂર્નામેન્ટમાં દરેક ટીમ ચાર ગ્રુપ મેચ રમશે, જેમાં દરેક ગ્રુપમાંથી ટોચની બે ટીમો 17 અને 18 ઓક્ટોબર ના સેમિફાઈનલમાં પહોંચશે. ત્યાર બાદ 20 ઓકટોબરના રોજ દુબઈમાં ફાઈનલ મેચ રમાવવાની છે. સેમિફાઇનલ અને ફાઇનલ માટે પણ રિઝર્વ ડે રાખવામાં આવેલ છે. જો ભારત સેમીફાઈનલમાં પહોંચશે તો તે સેમીફાઈનલ-1 માં રમશે. દુબઈ અને શારજાહમાં કુલ 23 મેચ રમાવવાની છે.
ભારત અને પાકિસ્તાનને એક જ ગ્રુપમાં રાખવામાં આવી છે. બંને ટીમો ગ્રુપ A નો ભાગ રહેલો છે. છ ઓક્ટોબરના ભારતીય ટીમ દુબઈમાં તેના કટ્ટર હરીફ પાકિસ્તાન સામે ટકરાશે. આ મેચ બપોરના બે વાગ્યા થી રમાવવાની છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ હજુ સુધી આગામી ટુર્નામેન્ટ માટે ટીમની જાહેરાત કરવામાં આવી નથી. તે જ સમયે, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ ફાતિમા સના ને ટીમની આગેવાની સોંપવામાં આવી છે.