પાકિસ્તાનમાં રમાવનારી ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. આ સમાચાર પાકિસ્તાન ક્રિકેટ માટે મહત્વપૂર્ણ રહેલા છે. કેમ કે, એક રિપોર્ટ મુજબ ICC દ્વારા ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાનને 586 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. આ વખતે ટૂર્નામેન્ટનું આયોજન પાકિસ્તાનમાં યોજવાનું છે અને તેને લઈને લાંબી ચર્ચા ચાલી રહી છે. જ્યારે ટીમ ઈન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાનમાં રમવા માટે તૈયાર નથી. તે કારણોસર ભારતની મેચો શ્રીલંકા અથવા યુએઈમાં યોજાઈ તેવી શક્યતા રહેલી છે. ICC દ્વારા બજેટ ફાળવી દેવામાં આવ્યું છે. તેમ છતાં અંગેની કોઈ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી.
પાકિસ્તાનને ચેમ્પિયન્સ ટ્રોફી માટે 7 કરોડ ડોલરના બજેટ ફાળવણી
પીટીઆઈના એક સમાચાર મુજબ, આઈસીસી દ્વારા આગામી વર્ષે પાકિસ્તાનમાં યોજાનારી ચેમ્પિયન્સ ટ્રોફી માટે 7 કરોડ ડોલરના બજેટની મંજૂરી આપવામાં આવી છે. આઈસીસીના એક સૂત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે કે, બીસીસીઆઈ દ્વારા સચિવ જય શાહની આગેવાની હેઠળની આઈસીસીની નાણા અને વાણિજ્ય સમિતિ દ્વારા આ બજેટને મંજૂરી આપવામાં આવી છે. તેની સાથે બજેટ સાથે 45 લાખ ડોલર વધુ ખર્ચ માટે આપવામાં આવ્યા છે. જો સાત કરોડ ડોલરને ભારતીય રૂપિયામાં ફેરવવામાં આવે તો તે લગભાગ ૫૮૬ કરોદ રૂપિયા થાય છે.
તેની સાથે તમને જણાવી દઈએ કે, ટીમ ઇન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાન જવા માટે તૈયાર નથી. જો ભારતીય ટીમ પાકિસ્તાન જશે નથી તો તેમની મેચ શ્રીલંકા અથવા દુબઈમાં આયોજીત કરવામાં આવી શકે છે. આવી સ્થિતિમાં ખર્ચમાં વધારો થઈ શકે છે. તેના લીધે આઈસીસીએ પાકિસ્તાન માટે વધારે બજેટ ફાળવ્યું છે. જો ટીમ ઇન્ડિયા કોઈ બીજા વેન્યુ પર રમે છે તો તેના માટે 45 લાખ ડોલર આપવામાં આવ્યા છે. પરંતુ અનુમાન લગાવવામાં આવ્યું છે કે, આ રકમ ઘણી ઓછી રહેશે.