ICC ટેસ્ટ રેન્કિંગ : ઈંગ્લેન્ડના દિગ્ગજ બેટ્સમેન Joe Root તોડી શકે છે આ દિગ્ગજ નો મોટો રેકોર્ડ…

Amit Darji

ઈંગ્લેન્ડનો દિગ્ગજ બેટ્સમેન Joe Root ટેસ્ટ ક્રિકેટમાં સતત પોતાના નામે મોટા રેકોર્ડ કરી રહ્યા છે. મુલ્તાન માં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં પાકિસ્તાન સામે 262 રનની ઇનિંગ રમ્યા બાદ જો રૂટ ને તાજેતરની ICC ટેસ્ટ રેન્કિંગમાં મોટો ફાયદો થયો છે. જો રૂટ બેટ્સમેનોની ટેસ્ટ રેન્કિંગમાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખતા પોતાની ટેસ્ટ કારકિર્દીના સર્વશ્રેષ્ઠ રેટિંગ પોઈન્ટ પર પહોંચી ગયા છે. તાજેતરની ICC ટેસ્ટ રેન્કિંગમાં જો રૂટ પ્રથમ સ્થાને યથાવત રહેલા છે જ્યારે કેન વિલિયમસન 829 રેટિંગ સાથે બીજા સ્થાન પર રહેલા છે. હેરી બ્રુક દ્વારા 11 સ્થાનના સુધારા સાથે ત્રીજા સ્થાન પર રહેલા છે. હેરી બ્રુકે પાકિસ્તાન સામેની પ્રથમ ટેસ્ટમાં ત્રેવડી સદી ફટકારી ને નવો રેકોર્ડ બનાવ્યો હતો. તેણે 317 રનની ઇનિંગ રમી અને જો રૂટ સાથે મળીને ચોથી વિકેટ માટે 454 રનની રેકોર્ડ ભાગીદારી કરી હતી. આઈસીસી રેન્કિંગ માં આ ભાગીદારીથી બંને બેટ્સમેનો ને મોટો ફાયદો થયો છે.

આઈસીસીની તાજેતરની ટેસ્ટ રેન્કિંગમાં Joe Root ના હવે 932 રેટિંગ થઈ ગયા છે. આ અગાઉ જો રૂટ ની કારકિર્દીની સર્વશ્રેષ્ઠ રેટિંગ 923 રહેલી હતી. ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં સર્વશ્રેષ્ઠ રેટિંગ પ્રાપ્ત કરવાના મામલે જો રૂટ હવે 17 માં સ્થાન પર પહોંચી ગયા છે. એટલે કે, ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં માત્ર 16 ખેલાડીઓ જ આઈસીસી રેન્કિંગ માં જો રૂટ કરતા વધુ રેટિંગ પ્રાપ્ત કરી શક્યા છે. જો રૂટ આ રીતે જ બેટિંગ કરતા રહેશે તો ટૂંક જ સમયમાં ICC રેન્કિંગમાં મોટું સ્થાન પ્રાપ્ત કરી શકે છે.

ICC રેન્કિંગમાં સૌથી વધુ રેટિંગ પ્રાપ્ત કરવાનો રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના મહાન બેટ્સમેન ડોન બ્રેડમેનના નામે રહેલો છે. ડોન બ્રેડમેનના નામે સૌથી વધુ 961 રેટિંગ પોઈન્ટ નો રેકોર્ડ રહેલો છે. ડોન બ્રેડમેને વર્ષ 1948માં આ રેટિંગ પ્રાપ્ત કરી હતી. વર્તમાન યુગમાં માત્ર સ્ટીવન સ્મિથ જ આ રેટિંગ પોઈન્ટ ની નજીક આવ્યા હતા. વર્ષ 2017 માં તેમના રેટિંગ પોઈન્ટ 947 રહ્યા હતા. હવે જો રૂટ બ્રેડમેનનો મહાન રેકોર્ડ તોડવાની ખૂબ નજીક આવી ગયા છે. જો રૂટ 30 રેટિંગ હાંસલ કરવામાં સફળ રહેશે તો તે ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં સૌથી વધુ 962 રેટિંગ સાથે નવો રેકોર્ડ પોતાના નામે કરી લેશે.

પાકિસ્તાન સામે જો રૂટ ને હજુ બે ટેસ્ટ મેચ રમવાની છે. જો તેમનું બેટ આવું જ ચાલુ રહેશે તો તે બ્રેડમેનનો રેકોર્ડ તૂટી શકે છે. જો રૂટ આ સીરીઝમાં ઈતિહાસ રચવામાં સફળ નહીં રહે તો તેમની પાસે ન્યુઝીલેન્ડ પ્રવાસ પર ત્રણ મેચની ટેસ્ટ સીરીઝમાં આ ઐતિહાસિક સિદ્ધી પ્રાપ્ત કરવાની તક રહેશે. ઈંગ્લેન્ડ નો ન્યુઝીલેન્ડ પ્રવાસ 28 નવેમ્બરથી શરૂ થશે. પ્રથમ ટેસ્ટ ક્રાઇસ્ટચર્ચમાં, બીજી વેલિંગ્ટનમાં અને સીરીઝની ત્રીજી મેચ હેમિલ્ટન માં રમાશે.

Share This Article
Leave a comment