સમગ્ર દેશમાં કેટલાક રાજ્યોમાં વરસાદી માહોલ બનેલો છે. એવામાં હવે ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા 16 ઓક્ટોબર સુધી 10 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. તેના લીધે ઘણા વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા રહેલી છે. IMD મુજબ, દક્ષિણ પશ્ચિમમાં આગામી બે દિવસમાં ગુજરાત, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, બિહાર અને ઝારખંડમાંથી વરસાદી માહોલ ની શક્યતા છે. તેમ છતાં ઘણા રાજ્યોમાં ખાસ કરીને દક્ષિણ દ્વીપકલ્પ ભારતમાં ભારે વરસાદ ચાલુ રહેવાની શક્યતા રહેલી છે.
હવામાન વિભાગ મુજબ, આજે ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા રહેલી છે. કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, પૂર્વ મધ્ય પ્રદેશ, વિદર્ભ અને છત્તીસગઢમાં કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા રહેલી છે. આજે દિલ્હીમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને મહત્તમ તાપમાન 34 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી સેલ્સિયસ રહેવાનું છે. રાષ્ટ્રીય રાજધાની માટે અન્ય કોઈ વિશેષ તાપમાન જાહેર કરવામાં આવેલ નથી.
બંગાળની ખાડીમાં ફરી એક વખત હલચલ જોવા મળી છે. હવામાન વિભાગ દ્વારા ચેતવણી જાહેર કરવામાં આવી છે કે, સોમવાર સુધીમાં લો પ્રેશર સિસ્ટમ ચક્રવાતમાં ફેરવવાનું છે. ચક્રવાત નજીક આવવાના લીધે આંધ્ર પ્રદેશના ગૃહ પ્રધાન દ્વારા ગૃહ અને આપત્તિ વ્યવસ્થાપન વિભાગના અધિકારીઓને બાપટલા, પ્રકાશમ, નેલ્લોર, કુર્નૂલ અને નંદ્યાલા જેવા કેટલાક જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદની રહેવાની અસર હોવાના કારણે સચેત રહેવા નો નિર્દેશ આપવામાં આવ્યો છે. આ ચક્રવાતની અસર બંગાળથી બિહાર સુધી જોવા મળવાની છે.
તેની સાથે દક્ષિણના રાજ્યો માટે IMD દ્વારા આગાહી કરવામાં આવી છે કે, તામિલનાડુ અને પુડુચેરી માં 15 ઓક્ટોબર સુધી, કેરળમાં આગામી છ દિવસમાં અને આંધ્રપ્રદેશમાં 14 થી 16 ઓક્ટોબર સુધી ભારે વરસાદ વરસી છે. કર્ણાટકમાં પણ 14 ઓક્ટોબર સુધી વરસાદી માહોલ રહેવા નો છે. જ્યારે તમિલનાડુ અને કેરળમાં 14 અને 15 ઓક્ટોબર માં ભારે વરસાદ વરસવાની શક્યતા રહેલી છે.