હવામાન વિભાગે દાના વાવાઝોડાને લઈને મોટી આગાહી કરવામાં આવ્યું છે. હવામાન વિભાગ મુજબ, દેશના બે રાજ્યો ઓડિશા અને પશ્ચિમ બંગાળ માટે આગામી 24 કલાક ખૂબ જ ભયજનક રહેવાની આગાહી કરવામાં આવી છે. કેમ કે, પૂર્વ-મધ્ય બંગાળની ખાડી પર બનેલ ચક્રવાત ભારે નુકસાન પહોંચાડવાનું છે. 24 ઓક્ટોબર એટલે આજ સાંજથી આવતીકાલના 25 ઓક્ટોબર ની સવાર સુધી આ વાવાઝોડું ઓડિશાના પુરી ના દરિયાકાંઠે ટકરાવાનું છે. તે કારણોસર IMD દ્વારા ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
તેની IMD દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું છે કે, આ ચક્રવાત દાનાની અસર છ રાજ્યો પર થવાની છે. જ્યારે કેરળ, તમિલનાડુ, કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં પણ છેલ્લા થોડા દિવસોથી ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. એવામાં ઓડિશા અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાના વિસ્તારોમાં તોફાની પવન સાથે ભારે વરસાદ વરસી રહ્યો છે. જ્યારે આજે અને આવતીકાલ ના આ તોફાન ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં ભારે તબાહી સર્જવાનું છે. હવામાન વિભાગના એલર્ટ ને ધ્યાનમાં રાખતા બંને રાજ્યોની સરકારો દ્વારા પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
તમને જણાવી દઈએ કે, 24 ઓક્ટોબર ની રાત્રીના અને 25 ઓક્ટોબર ની સવાર સુધીમાં આ તોફાન પુરી અને સાગર દ્વીપ વચ્ચે ભીતરકણીકા અને ધમારા (ઓડિશા) પાસે ઉત્તર ઓડિશા અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાને પાર કરવાનું છે. જ્યારે આ દરમિયાન 100-110 કિમી પ્રતિ કલાકની ઝડપે 120 કિમી પ્રતિ કલાકની ઝડપવાળો પવન ફૂંકાવાની સાથે આ ચક્રવાતી તોફાન દરિયામાં ભરતીની સ્થિતિ ઉભી કરે એવી શક્યતા રહેલી છે. એવામાં આગામી 24 કલાકમાં દરિયામાં લગભગ 6 ફૂટ ઉંચા મોજા ઉછળવાની શક્યતા છે જે ઓડિશા અને પશ્ચિમ બંગાળના દરિયાકિનારા પર ટકરાવવાના છે. રાજ્યો માં તોફાની પવન સાથે ભારે વરસાદ જોવા મળશે. તેના લીધે દરિયાકિનારા પર જવું જોખમ ઉભું થઈ શકે છે.
તેની સાથે જણાવી દઈએ કે, આ વાવાઝોડાની અસર ગુજરાત પર જોવા મળે તેવી શક્યતા ઓછી રહેલી છે. ચક્રવાત દાના ગુજરાતથી ઘણા કિલોમીટર દૂર રહેલ છે અને તે ઓડિશા અને પશ્ચિમ બંગાળ પર ત્રાટકવાનું છે. તેની સાથે જ હાલમાં હવામાનની આગાહી મુજબ વાવાઝોડાના બાદ ની નબળી પડેલી સિસ્ટમ ગુજરાત પર આવે તેવી શક્યતા ખૂબ ઓછી રહેલી છે.