Imran Khan એ કોર્ટમાં દાખલ કરી અરજી, સુધારેલા કાયદા હેઠળ ભ્રષ્ટાચારના કેસમાં મુક્તિની માંગ કરી

Amit Darji

પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન Imran Khan દ્વારા જવાબદેહી કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. જેમાં તેમણે 19 કરોડ પાઉન્ડના ભ્રષ્ટાચારના કેસમાં તેને મુક્ત કરવાની માંગ કરવામાં આવી છે. ઈમરાન ખાનનું કહેવું છે કે, તેમની સામે પડતર કેસ નવા સુધારેલા ભ્રષ્ટાચાર વિરોધી કાયદાના દાયરામાં રહેલા છે. તેમના દ્વારા અગાઉ પણ આ કાયદાઓની ટીકા કરવામાં આવી હતી.

ઈમરાન ખાન ગયા વર્ષે ઓગસ્ટથી રાવલપિંડીની અદિયાલા જેલમાં બંધ રહેલા છે. 2022 માં પાકિસ્તાન ડેમોક્રેટિક મૂવમેન્ટ (PDM) સરકાર દ્વારા લાગુ કરાયેલા કાયદાના સુધારાને તેમના દ્વારા પડકાર ફેંકવામાં આવ્યો હતો. આ સુધારાઓ પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (PML-N) ના નેતૃત્વવાળી સરકારમાં રજૂ કરાયા હતા. તેમ છતાં સુપ્રીમ કોર્ટ દ્વારા સપ્ટેમ્બર 2023 માં આ સુધારાઓને રદ કરી દેવામાં આવ્યા હતા. પરંતુ તાજેતરમાં આ સુધારા શુક્રવારના રોજ ફરીથી પુનઃસ્થાપિત કરાયા હતા.

તેની સાથે સુધારેલા કાયદાઓ અનુસાર, નેશનલ એકાઉન્ટેબિલિટી બ્યુરો (NNB) ના કાયદામાં ઘણા ફેરફારો કરવામાં આવ્યા હતા, જેમ કે NAB ના પ્રમુખ અને ફરિયાદીનો કાર્યકાળ ત્રણ વર્ષ સુધી મર્યાદિત કરી દીધો હતો. તેના સિવાય NAB હવે ફક્ત તે જ કેસોની તપાસ કરી શકશે જેમાં 50 કરોડ રૂપિયાથી વધુના વ્યવહારો થયા હોય. તમામ પડતર તપાસ અને કેસ સંબંધિત વિભાગોને સોંપી દેવામાં આવ્યા હતા.

ઈમરાન ખાનની કાનૂની ટીમ દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે, સંશોધિત કાયદો ફેડરલ કેબિનેટ દ્વારા લેવામાં આવેલા નિર્ણયોને બચાવ કર્યો છે. તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે, NAB એ રાજકીય બદલો લેવાની ભાવનાન લીધે તેમની અને અન્ય આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી છે. અરજીમાં એવો પણ આરોપ છે કે, NAB એ જાણી જોઈને ખોટા આરોપો લગાવ્યા હતા અને જણાવ્યું હતું કે, ઈમરાન ખાને 3 સપ્ટેમ્બર, 2019 ના એક કેબિનેટની અધ્યક્ષતા કરી હતી, જેમાં એક ગોપનીય સમજૂતીને મંજૂરી આપવામાં આવી હતી. NABનો આરોપ છે કે, ખાને જમીન પ્લોટ અને અલ-કાદિર યુનિવર્સિટી ટ્રસ્ટના નામે 28.5 કરોડ રૂપિયા હસ્તગત કરવા માટે તેમની સત્તાનો દુરુપયોગ કર્યો હતો.

Share This Article
Leave a comment