Imran Khan ને સાઉથ આફ્રિકા ક્રિકેટ ટીમના નવા બેટિંગ કોચ તરીકે કરાયા નિયુક્ત

Amit Darji

સાઉથ આફ્રિકા માટે માત્ર એક જ ટેસ્ટ મેચ રમનાર બેટ્સમેન Imran Khan ને ટેસ્ટ ટીમમાં બેટિંગ કોચ તરીકે નિમણુક કરવામાં આવ્યા છે. ઈમરાન ખાન દ્વારા 2009 માં સાઉથ આફ્રિકા તરફથી ડેબ્યૂ કરવામાં આવ્યું હતું. તેમ છતાં તે છેલ્લા પાંચ વર્ષથી ડોલ્ફિનને કોચિંગ આપી રહ્યા છે. ઈમરાન હાલમાં વેસ્ટ ઈન્ડિઝમાં ટેસ્ટ ટીમ સાથે રહેલા છે, જ્યાં તે રાષ્ટ્રીય રેડ-બોલ કોચ શુક્રી કોનરાડ સાથે કામ કરવાના છે. તેમણે આ પ્રવાસ માટે અંગત કારણોસરથી અનુપલબ્ધ રહેલા એશવેલ પ્રિન્સનાં સ્થાને બેટિંગ કોચનું પદ  સંભાળ્યું છે.

ઇમરાન ખાન

ઇમરાન ખાન દ્વારા સાઉથ આફ્રિકાના ટોચના સ્તરે પ્રાંતીય કોચ તરીકે સફળતાપૂર્વક કામ કરવામાં આવ્યું છે અને તેમણે ડોલ્ફિન્સને ચાર દિવસીય સીરીઝનું ટાઈટલ પણ જીતાડ્યું છે. તેના સિવાય તેમણે એક યુનાઇટેડ વનડે કપ અને ત્રણ સીએસએ ટી-20 ચેલેન્જની ફાઇનલમાં પહોંચાડ્યું છે. તેમના નેતૃત્વ હેઠળ, ડોલ્ફિન્સે ઘણા રાષ્ટ્રીય ખેલાડી તૈયાર કર્યા છે જેમાં સરેલ એર્વી, કીગન પીટરસન અને ઓટનીએલ બાર્ટમેન સામેલ છે. ઇમરાન ખાને પોતાની સંપૂર્ણ કારકિર્દી ડર્બન સ્થિત ક્લબમાં પસાર કર્યું છે જ્યાં તે 15 વર્ષ સુધી રમ્યા છે.

ઇમરાન ખાનની કારકિર્દી

ઇમરાન ખાનની કારકિર્દીની વાત કરીએ તો તે 161 ફર્સ્ટ ક્લાસ મેચ રમ્યા છે જેમાં તેમના દ્વારા 9367 રન બનાવવામાં આવ્યા છે. આ ફોર્મેટમાં તેમના નામે 20 સદી પણ રહેલી છે. આ સિવાય તેમણે 121 લિસ્ટ એ મેચ અને 51 T20 મેચ પણ રમી છે.

ઇમરાન ખાનનું બેટિંગ કોચ બાદ નિવેદન

બેટિંગ કોચ બન્યા બાદ ઇમરાન દ્વારા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, ‘હું તમામ સમર્થન માટે KZN ક્રિકેટ યુનિયનનો આભાર વ્યક્ત કરું છું. આ એક અવિશ્વસનીય યાત્રા છે અને હું મારી કોચિંગ કારકિર્દીની શરૂઆત એસોસિએશનમાં કરવા માટે રોમાંચિત છું જે ઘણી સીઝનથી મારું ઘર રહ્યું છે. કોચ તરીકે મારા માર્ગ પર આ એક આકર્ષક પગલું રહેલું છે, પરંતુ કિંગ્સમીડ હંમેશા ઘર રહેશે અને હું અહીં દરેકને યાદ કરીશ.

Share This Article
Leave a comment