ઈન્ડોનેશિયામાં સરકારે iPhone વાપરવા પર લગાવ્યો પ્રતિબંધ, જાણો શું છે તેના પાછળનું કારણ?

Amit Darji

ઈન્ડોનેશિયાથી મોટા સમાચાર સામે આવ્યા છે. અહીંની સરકાર દ્વારા લોકોને Apple iPhone 16 વાપરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સરકાર દ્વારા દેશમાં આઇફોન નો ઉપયોગ ગેરકાયદેસર જાહેર કરવામાં આવ્યો છે. ઇન્ડોનેશિયા એ દેશમાં Apple ની પૂર્ણ રોકાણ પ્રતિબદ્ધતા ને લીધે iPhone 16 પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

તમને જણાવી દઈએ કે, ઈન્ડોનેશિયાની સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આદેશમાં જણાવવામાં આવ્યું છે કે, ઈન્ટરનેશનલ મોબાઈલ ઈક્વિપમેન્ટ આઈડેન્ટિટી (IMEI) પ્રમાણપત્ર વગર કોઈપણ ફોન ઉપકરણનો ઉપયોગ ગેરકાયદેસર ગણાય છે. તેમણે જણાવ્યું કે, સરકાર દેશમાં આવા ફોનનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવી નથી. વધુમાં જણાવ્યું કે, કંપનીને વેચાણ પરમીટ જારી કરતા પહેલા કંપની દ્વારા દેશમાં બાકી રોકાણ અને TKDN પ્રમાણપત્રની જરૂરિયાતો પૂર્ણ કરવી પડશે.

ઈન્ડોનેશિયાની સરકાર દ્વારા દેશમાં Apple iPhone 16 ના વેચાણ અને સંચાલન પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. ઈન્ડોનેશિયાના ઉદ્યોગ મંત્રી અગુસ ગુમીવાંગ કર્તસસ્મિતા દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ઈન્ડોનેશિયામાં કોઈપણ આઈફોન 16 નો ઉપયોગ કરવો ગેરકાયદેસર હશે અને લોકોએ તેને અન્ય કોઈ દેશમાંથી ખરીદીને દેશમાં લાવવો નહીં. જો કોઈ આ ઉપકરણ વિદેશથી ખરીદશે તો તેની સામે પણ સખ્ત કાર્યવાહી કરાશે.

ઈન્ડોનેશિયાના ઉદ્યોગ મંત્રી દ્વારા વધુમાં જણાવ્યું કે, જો કોઈ આઈફોન 16 નો ઉપયોગ કરશે તો લોકોએ પોલીસને તેને લઈને જાણ કરવી પડશે. તમને જણાવી દઈએ કે, એપલ દ્વારા ઈન્ડોનેશિયામાં 1.71 ટ્રિલિયન રૂપિયાનું રોકાણ કરવાનું વચન આપવામાં આવ્યું હતું પરંતુ તેના દ્વારા માત્ર 1.48 ટ્રિલિયન રૂપિયાનું જ રોકાણ કરવામાં આવ્યું છે.

 

Share This Article
Leave a comment