Airtel અને જિયો સિવાય વોડાફોન આઈડિયા દ્વારા હાલમાં જ પોતાના રિચાર્જ પ્લાન ને મોંઘા કરી દેવામાં આવ્યા છે. તેના લીધે યુઝર્સમાં ભારે આક્રોશ રહેલો છે. મોંઘા રિચાર્જ થી કંટાળેલા યુઝર્સ દ્વારા તેમના નંબર બીએસએનએલમાં પોર્ટ કરવામાં આવી રહ્યા છે પરંતુ દરેક લોકો આ કરી શકતા નથી. આવી સ્થિતિમાં તેમને મોંઘા રિચાર્જ કરાવવા પડી રહ્યા છે. ભારતમાં સ્માર્ટફોનના વધતા ઉપયોગ બાદ ડેટા વપરાશમાં જબરદસ્ત વધારો જોવા મળી રહ્યો છે. આજની આ રિપોર્ટ તમને ખૂબ જ ઉપયોગી સાબિત થવાની છે. અમે તમને એરટેલ અને જિયોના ડેટા પ્લાન વિશે માં જણાવીશું.
એરટેલના શાનદાર ડેટા પ્લાન
એરટેલ પાસે ઘણા ડેટા પ્લાન રહેલા છે. Airtel માં સૌથી સસ્તો પ્લાન 11 રૂપિયાનો રહેલો છે. તેમાં તમે એક કલાક માટે અનલિમિટેડ ડેટાનો ઉપયોગ કરી શકો છો. જ્યારે 33 રૂપિયાના પ્લાનમાં 2 જીબી ડેટા મળે છે જેની વેલિડિટી એક દિવસની રહેલી છે. આ સિવાય 49 રૂપિયાનો પ્લાન રહેલ છે જેમાં એક દિવસ માટે અનલીમીટેડ ડેટા મળે છે તેમ છતાં તેની લીમીટ ૨૦ જિબી રહેલી છે. જ્યારે એક પ્લાન 99 રૂપિયાનો પણ રહેલો છે જેમાં ૨ દિવસ માટે અનલીમીટેડ ડેટા મળે છે. તેમાં દરરોજ ૨૦ જીબી દેતા પ્રાપ્ત થાય છે.
જિયોના શાનદાર ડેટા પ્લાન
Jio ની પાસે 49 રૂપિયાનો એક ક્રિકેટ ઓફર ડેટા પ્લાન રહેલો છે જેમાં એક દિવસ માટે અનલીમીટેડ ડેટા મળે છે જો કે તે 25 જિબી રહેલો છે. બીજો પ્લાન ૧૭૫ રૂપિયાનો રહેલો છે. તેમાં 10 જિબી ડેટા ૨૮ દિવસો માટે મળી રહ્યો છે. તેની સાથે તેમાં Sony LIV, ZEE5 JioCinema પ્રીમિયમ વગેરેનું સબસ્ક્રિપ્શન મળી જાય છે. આ સિવાય 289 રૂપિયાનો પ્લાન પણ રહેલો છે જેમાં 30 દિવસની વેલિડિટી સાથે સાત 40 જીબી ડેટા મળે છે. જ્યારે વધુ એક પ્લાન 359 રૂપિયાનો પ્લાન રહેલો છે જેમાં 30 દિવસની વેલિડિટી સાથે કુલ 50 જીબી ડેટા સાથે મળી જાય છે.