ભારતીય કેપ્ટન Rohit Sharma એ શ્રીલંકા સામેની પ્રથમ મેચ ટાઈને લઈને આપ્યું મોટું નિવેદન

Amit Darji

ભારતીય કેપ્ટન Rohit Sharma દ્વારા શ્રીલંકા સામેની પ્રથમ મેચ ટાઈ રહેતા બાબતમાં મોટું નિવેદન આપવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું છે કે, છેલ્લે જ્યારે 14 બોલમાં 1 રનની જરૂરિયાત હતી તે ચુકી જવાના લીધે હું ઘણો નિરાશ છું. પરંતુ હવે તેના પર વધુ કંઈ પણ બોલીસ નહીં. આ સ્કોર પ્રાપ્ત કરવો યોગ્ય હતો પરંતુ તેના માટે સારી બેટિંગ કરવાની જરૂરિયાત હતી. અમે શરૂઆતી 10 ઓવરો માં સારી શરૂઆત કરી હતી. કેમ કે અમે જાણતા હતા કે, વાસ્તવિક રમત 10 ઓવર પછી શરુ થશે, કેમ કે, તે સમયે સ્પિનર રમતમાં પ્રભુત્વ બનાવશે. પરંતુ આ મેચમાં જીત સતત પ્રભુત્વ બનાવી રાખ્યું હતું.

ભારતીય ટીમને 231 રનનો ટાર્ગેટ

તમને જણાવી દઈએ કે, ભારતીય ટીમ 231 રનના ટાર્ગેટનો પીછો કરવા માટે ઉતરી હતી. કેપ્ટન રોહિત શર્મા જ 58 રનની ઝડપી ઇનિંગ રમવામાં આવી હતી. તેમ છતાં ભારતીય ટીમ 47.5 ઓવરમાં ૨૩૦ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતીય ખેલાડીઓ શ્રીલંકાના ચાર સ્પિનરો સામે સારું પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહ્યા હતા.

લોકેશ રાહુલ અને અક્ષર પટેલની ભાગીદારી

મેચ ની સમાપ્તિ પછી કેપ્ટન રોહિત શર્મા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, “અમે આ મેચમાં આગળ ચાલી રહ્યા હતા, પરંતુ બે વિકેટ ગુમાવતા જ અમે પાછળ રહી ગયા હતા. ત્યાર બાદ લોકેશ રાહુલ અને અક્ષર પટેલની ભાગીદારીથી રમતમાં વાપસી કરી હતી. પરંતુ અંતમાં થોડી નિરાશા મળી કેમ કે, તમને 14 રન માં એક રનની જરૂરીયાત હતી તે બનાવી ન શક્યા. પરંતુ આવુ બનતું રહે છે. શ્રીલંકા દ્વારા શાનદાર રમત રમવામાં આવી હતી. અંતે આ એક સારું પરિણામ રહે છે.”

કોલંબોની પિચ ને લઈને રોહિત શર્માનું નિવેદન

તેની સાથે કોલંબોની પિચ ને લઈને રોહિત શર્માએ જણાવ્યું કે, ‘આ પિચ એક સમાન રહેલી હતી. જ્યારે અમે બોલિંગ કરી રહ્યા હતા તે સમયે પીચ પર શરૂઆતી 25 ઓવર સુધી થોડી ગતી હતી અને આ તેમના માટે સમાન હતી. જેમ-જેમ રમત આગળ વધી તેમ-તેમ બેટિંગ માટે સરળ બની ગઈ હતી. અહીં એવું નહોતું કે, તમે આવ્યા અને તમારા શોટ રમવા લાગ્યો. તમે અહીં પીચને સારી રીતે સમજી રન બનાવી શકતા હતા.

તેની સાથે અમને તે વાતનો ગર્વ છે કે, અમે અંતે સુધી લડતા રહ્યા. આ મેચ અલગ-અલગ સમય પર બંને ટીમો ના નિયંત્રણમાં આવતી રહી હતી. અહીં જરૂરી હતું કે, તમે તમારી ભાવનાઓ પર નિયંત્રણ રાખો અને મેચમાં બન્યા રહો. પરંતુ અમારે એક રન બનાવી લેવો જોઈતો હતો.

Share This Article
Leave a comment