ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટની ઈઝરાયલના PM Netanyahu સામે મોટી કાર્યવાહી…

Amit Darji

ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ દ્વારા ઈઝરાયલના PM Netanyahu, ઈઝરાયલના સંરક્ષણ મંત્રી અને હમાસના એક અધિકારી વિરુદ્ધ ધરપકડ વોરંટ જાહેર કરવામાં આવ્યો છે. જાણકારી અનુસાર, ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ દ્વારા ઈઝરાયલના વડાપ્રધાન અને સંરક્ષણ મંત્રી વિરુદ્ધ ધરપકડ વોરંટ જાહેર કરવામાં આવ્યો છે.

તેની સાથે હેગમાં ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ દ્વારા આ મામલામાં જણાવવામાં આવ્યું છે કે, તેણે હમાસના નેતાઓ મોહમ્મદ દીઆબ ઇબ્રાહિમ અલ-મસરી અને બેન્જામિન નેતન્યાહૂ અને તેના ભૂતપૂર્વ સંરક્ષણ પ્રધાન યોવ ગેલેંટની ધરપકડ માટે વોરંટ જાહેર કરવામાં આવ્યો છે. ICC દ્વારા નેતન્યાહુ અને ગેલેન્ટ પર માનવતા વિરુદ્ધના ગુનાઓ જેમાં હત્યા, ત્રાસ અને અમાનવીય કૃત્યો સામેલ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, એવા આક્ષેપો કરવામાં આવ્યા છે કે, ઇઝરાયલ દ્વારા ગાઝામાં નાગરિકોને ખોરાક, પાણી અને તબીબી સહાય જેવા આવશ્યક પુરવઠો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે તેના લીધે બાળકોના મોત અને ઘણા લોકોને મુશ્કેલી પડી છે. આરોપમાં જણાવવામાં આવ્યું છે કે, કોર્ટને એ માનવા માટે વ્યાજબી કારણ પ્રાપ્ત થયું છે કે નેતન્યાહૂ દ્વારા જાણીજોઈને નાગરિકોને નિશાન બનાવવામાં આવ્યા અને જરૂરી મદદ રોકી દેવામાં આવી હતી. તેના લીધે લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો.

તેની સાથે ઇઝરાયલના રાષ્ટ્રપતિ ઈસહાક હર્ઝોગ દ્વારા ધરપકડ વોરંટ પર પ્રતિક્રિયા આપવામાં આવી હતી. રાષ્ટ્રપતિ દ્વારા પ્રતિક્રિયા આપતા તેને ન્યાય માટે નો કાળો દિવસ ગણાવવામાં આવ્યો હતો. તેમણે જણાવ્યું કે, ICC ના નિર્ણયથી ન્યાય હાસ્યને પાત્ર બની ગયેલ છે. તેના દ્વારા ન્યાય માટે લડનારા તમામ ના બલિદાન ની મજાક ઉડાવવામાં આવી રહી છે. તેમના દ્વારા વધુમાં કહેવામાં આવ્યું છે કે, તેઓ ગાઝામાં હમાસ દ્વારા ક્રૂર રીતે કેદમાં રાખવામાં આવેલા 101 ઇઝરાયેલી બંધકોની દુર્દશાને નજરઅંદાજ કરી રહ્યા છે. આ હમાસ દ્વારા માનવ ઢાલ તરીકે તેના પોતાના લોકોના નિંદાત્મક ઉપયોગની અવગણના કરી રહ્યા છે. આ મૂળભૂત હકીકતની અવગણના કરવામાં આવે છે કે, ઇઝરાયલ પર નિર્દયતાથી હુમલો કરાયો હતો અને તે તેના લોકોનો બચાવ કરવાનો અધિકાર રાખે છે.

 

Share This Article
Leave a comment