બાંગ્લાદેશની પૂર્વ PM Sheikh Hasina અને અન્ય નવ સામે શરુ થઈ તપાસ, લાગ્યા ગંભીર આરોપો

Amit Darji

બાંગ્લાદેશની ઈન્ટરનેશનલ ક્રિમિનલ ટ્રિબ્યુનલ દ્વારા નરસંહાર અને માનવતા વિરુદ્ધ અપરાધોના આરોપમાં પૂર્વ PM Sheikh Hasina અને અન્ય નવ લોકોની સામે તપાસ શરૂ કરી છે. હસીના સામેના આ આરોપો 15 જુલાઈથી 5 ઓગસ્ટ વચ્ચે તેમની સરકાર વિરુદ્ધ વિદ્યાર્થીઓના વ્યાપક આંદોલન દરમિયાન થયેલી ઘટનાઓ સાથે સંબંધિત રહેલા છે. હસીના, અવામી લીગના મહાસચિવ અને ભૂતપૂર્વ માર્ગ પરિવહન અને પુલ મંત્રી ઓબેદુલ કાદેર, ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અસદ-ઉઝ-ઝમાન ખાન કમાલ અને પાર્ટીના અન્ય મંત્રી લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

‘ઢાકા ટ્રિબ્યુન’ સમાચાર અનુસાર, ફરિયાદીના વકીલ ગાઝી એમએચ તમિમ દ્વારા ગુરુવારના ટ્રિબ્યુનલ દ્વારા તપાસ શરૂ કરવાની પુષ્ટિ કરવામાં આવી છે. તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે, એજન્સી દ્વારા બુધવાર રાત્રીના આ મામલામાં તપાસ શરુ કરવામાં આવી છે. અરજીમાં શેખ હસીનાના નેતૃત્વવાળી અવામી લીગ અને તેના સહયોગી સંગઠનોના નામ પણ છે. આ અરજી નવમા ધોરણના વિદ્યાર્થી આરિફ અહેમદ સિયામના પિતા બુલબુલ કબીર દ્વારા દાખલ કરવામાં આવી છે. અનામત વિરોધી વિદ્યાર્થી આંદોલન દરમિયાન આરીફનું મૃત્યુ નીપજ્યું હતું.

કબીર દ્વારા પોતાની અરજીમાં હસીના અને અન્યો પર વિદ્યાર્થી પ્રદર્શનકારીઓ સામે હિંસક કાર્યવાહી કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. બાંગ્લાદેશની વચગાળાની સરકારે એક જુલાઈથી 5 ઓગસ્ટના વચ્ચેના સમયગાળા દરમિયાન થયેલી હત્યાઓથી જોડાયેલ કેસોની સુનાવણી ઇન્ટરનેશનલ ક્રિમિનલ ટ્રિબ્યુનલ દ્વારા કરવાની જાહેરાત કરી હતી.

તમને એ પણ જણાવી ઈએ કે, સંયુક્ત રાષ્ટ્રની એક ટીમ છેલ્લા અઠવાડિયે શેખ હસીનાના રાજીનામા પહેલા અને પછી થયેલા દેખાવકારોની હત્યાના તપાસ માટે જલ્દી જ બાંગ્લાદેશનો પ્રવાસ કરશે. બાંગ્લાદેશની વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર મુહમ્મદ યુનુસે ‘એક્સ’ પર જણાવ્યું છે કે, “યુએન માનવાધિકારના પ્રમુખ વોલ્કર તુર્કે બુધવારના બાંગ્લાદેશના મુખ્ય સલાહકાર સાથે ફોન પર વાત કરી હતી.” વોલ્કર દ્વારા ફોન પર યુનુસને જણાવ્યું હતું કે, “યુએન રાષ્ટ્રની એક ટીમ તપાસ (હત્યા) માટે દેશનો પ્રવાસ કરશે.

Share This Article
Leave a comment