IPL 2025 : Munaf Patel ને મળી મોટી જવાબદારી, દિલ્હી કેપિટલ્સે બનાવ્યા બોલિંગ કોચ 

Amit Darji

IPL 2025 માટે મેગા ઓક્શનનું આયોજન થવાનું છે. તાજેતરમાં તમામ 10 ટીમો દ્વારા તેમના રિટેન કરાયેલા ખેલાડીઓના નામ જાહેર કરવામાં આવ્યા હતા. આ દરમિયાન, દિલ્હી કેપિટલ્સ ટીમ દ્વારા પહેલેથી જ તેની તૈયારીઓને મજબૂત કરવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. દિલ્હી કેપિટલ્સ દ્વારા ટીમના નવા બોલિંગ કોચ તરીકે ભારત માટે વર્લ્ડ કપ જીતનાર ખેલાડીની નિમણૂકતા કરવામાં આવી છે. આ ખેલાડીએ પોતાની કારકિર્દીમાં શાનદાર બોલિંગ કરી હતી. આ ખેલાડી બીજું કોઈ નહીં પરંતુ Munaf Patel રહેલ છે. હેમાન બદાણીને ગયા મહિને ટીમના નવા મુખ્ય કોચ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા.

મુનાફ પટેલે પોતાની કારકિર્દી દરમિયાન ઘણી મોટી સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે. તે ટીમ ઈન્ડિયા માટે ત્રણેય ફોર્મેટમાં ક્રિકેટ રમી ચુક્યા છે. મુનાફ પટેલ દ્વારા વર્ષ 2011 માં ODI વર્લ્ડ કપનું ટાઈટલ જીતવામાં આવ્યું છે. તેમની આંતરરાષ્ટ્રીય કારકિર્દી દરમિયાન તેમણે 13 ટેસ્ટ મેચમાં 35 વિકેટ, 70 ODI મેચોમાં 86 વિકેટ અને ત્રણ T-20 આંતરરાષ્ટ્રીય મેચોમાં ચાર વિકેટ પ્રાપ્ત કરી છે. મુનાફ પટેલ આઈપીએલમાં ત્રણ ટીમો તરફથી રમી ચુક્યા છે. જેમાં રાજસ્થાન રોયલ્સ (2008-10), મુંબઈ ઈન્ડિયન્સ (2011-13) અને ગુજરાત લાયન્સ (2017) ના નામનો સમાવેશ થાય છે. તેમણે 63 IPL મેચમાં 74 વિકેટ પ્રાપ્ત કરી છે.

IPL 2024 માં દિલ્હી કેપિટલ્સ નિરાશાજનક પ્રદર્શન

દિલ્હી કેપિટલ્સ ટીમનું IPL 2024 માં પ્રદર્શન ખૂબ ખરાબ હતું. જ્યાં તે 14 માંથી માત્ર 7 મેચમાં જીત પ્રાપ્ત કરી શક્યું હતું. તેના લીધે તેમની ટીમ પ્લેઓફમાં પણ પહોંચી શકી નહોતી. ફ્રેન્ચાઇઝી દ્વારા જુલાઇમાં મુખ્ય કોચ રિકી પોન્ટિંગ અને તેના સ્ટાફને બરતરફ કરી દેવામાં આવ્યા હતા અને તેમની જગ્યાએ ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર હેમાંગ બદાનીને નિમણુક કર્યા હતા. IPL માં પણ આ વખતે દિલ્હીની ટીમે પોતાના કેપ્ટન ઋષભ પંતને રીલીઝ કરી દીધા છે. આવી સ્થિતિમાં દિલ્હીની ટીમ નવી શરૂઆત કરવા ઈચ્છે છે.

 

Share This Article
Leave a comment