Ireland Women ટીમ અને બાંગ્લાદેશ મહિલા ટીમ વચ્ચે ત્રણ T20 મેચો ની રમાઈ રહી છે. આ સિરીઝની પ્રથમ મેચ બાંગ્લાદેશના સિલ્હેટમાં રમાઈ હતી. જેમાં બાંગ્લાદેશ ને આયર્લેન્ડ સામે 12 રને હાર પ્રાપ્ત થઈ હતી. આ મેચમાં આયર્લેન્ડની મહિલા કેપ્ટન ગેવી લુઈસ દ્વારા ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો જે યોગ્ય સાબિત થયો હતો. ટીમ દ્વારા બાંગ્લાદેશ ને જીતવા માટે 170 રનનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો. જેના જવાબમાં બાંગ્લાદેશની ટીમ માત્ર 157 રન જ બનાવી શકી હતી. આ રીતે આયર્લેન્ડની મહિલા ટીમ દ્વારા પ્રથમ વખત બાંગ્લાદેશ ની ધરતી પર T20 આંતરરાષ્ટ્રીય મેચમાં જીત પ્રાપ્ત કરવામાં આવી હતી.
આયર્લેન્ડની મહિલા ટીમ માટે Leah Paul 79 રન અને ગેવી લુઈસ દ્વારા 60 રનની શાનદાર ઇનિંગ રમવામાં આવી હતી. આ ખેલાડીઓ દ્વારા મજબૂત અડધી સદી ફટકારી અને ટીમને સન્માનજનક સ્કોર સુધી લઈ જવામાં મહત્વની ભૂમિકા ભજવવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે, આ અગાઉ આયર્લેન્ડની મહિલા ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. એમી હન્ટર માત્ર 10 રન બનાવી ને આઉટ થઈ ગઈ હતી. ત્યાર બાદ Orla Prendergast પણ મોટી ઇનિંગ્સ રમવા માં નિષ્ફળ રહી હતી. પરંતુ Leah Paul દ્વારા શાનદાર બેટિંગ કરવામાં આવતા 45 બોલમાં 10 ચોગ્ગા અને બે સિક્સરની મદદથી 79 રન બનાવવામાં આવ્યા હતા.
ત્યાર બાદ બાંગ્લાદેશ ની ટીમને દિલારા એકટર અને શોભના મોસ્ટરી દ્વારા બાંગ્લાદેશ ટીમ ને શાનદાર શરૂઆત અપાવવામાં આવી હતી. આ ખેલાડીઓએ પ્રથમ વિકેટ માટે 103 રનની શાનદાર ભાગીદારી કરવામાં આવી હતી. એવું લાગી રહ્યું હતું કે, બાંગ્લાદેશની ટીમ આ મેચ સરળતાથી જીતી જશે. પરંતુ આ બંને ખેલાડીઓ ના આઉટ થતા બાંગ્લાદેશની ઇનિંગ વેરવિખેર થઈ ગઈ હતી. કેપ્ટન નિગાર સુલતાના માત્ર ચાર રન બનાવી ને આઉટ થઈ ગઈ હતી. રિતુ મોની, જેનેતુલ અને ફરદુસ શૂન્ય પર આઉટ થઈ ગયા હતા. તેના લીધે 20 ઓવરમાં ટીમ સાત વિકેટે 157 રન જ બનાવી શકી હતી. આયર્લેન્ડ તરફથી ઓર્લા પ્રેન્ડરગ્રાસ્ટ અને આર્લીન કેલી દ્વારા 3-3 વિકેટ લેવામાં આવી છે. આયર્લેન્ડની મહિલા ટીમના બોલરો દ્વારા શાનદાર બોલિંગ કરવામાં આવી હતી અને બાંગ્લાદેશના બેટ્સમેનોને મોટા સ્ટ્રોક ફટકારવા દીધા નહોતા.