Israel એ લેબનોન અને ગાઝાના રહેણાંક વિસ્તારો પર કર્યો બોમ્બમારો, 45 ના મોત

Amit Darji

Israel દ્વારા લેબનોન અને ગાઝામાં આતંકવાદી વિસ્તારો પર સતત હુમલાઓ કરવાનું ચાલી રહ્યું છે. એવામાં ગાઝામાં એક શાળા પર ઈઝરાયેલી દળો દ્વારા કરેલા બોમ્બમારામાં ઓછામાં ઓછા 27 લોકોના મૃત્યુ નીપજ્યા હોવાનું સામે આવ્યા છે. જયારે ત્યાર બાદ ગુરુવાર રાત્રીના ઇઝરાયેલી સેના દ્વારા મધ્ય લેબેનોનના ગીચ વસ્તીવાળા રહેણાંક વિસ્તારોને નિશાન બનાવવામાં આવ્યા હતા. આ હુમલામાં ઓછામાં ઓછા 18 લોકોના મૃત્યુ નીપજ્યા હતા અને 92 થી વધુ લોકોને ઈજા પહોંચી હતી.

આ બાબતમાં સ્થાનિક ચેનલ અલ જાદિદ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આ હુમલો એટલો ભયાનક હતો કે મિસાઈલ હુમલા ના લીધે અનેક ઈમારતો જમીનદોસ્ત થઈ ગઈ હતી અને વિસ્તારમાં આગ ફાટી નીકળી હતી. તેના લીધે મૃત્યુ આંક હજુ વધે તેવી શક્યતા રહેલી છે. જમીનદોસ્ત ઈમારતોના કાટમાળમાં ફસાયેલ જીવંત લોકોની હાલમાં શોધ કરાઈ રહી છે. તેની સાથે ઈઝરાયેલની સેના દ્વારા કહેવામાં આવ્યું છે કે, તેણે મિસાઈલ હુમલામાં હિઝબુલ્લાહ ના એક વરિષ્ઠ નેતા ને નિશાન બનાવવામાં આવ્યા છે.

લેબનોનના સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ગુરુવાર સાંજના મધ્ય બેરુતમાં બે અલગ-અલગ ઇઝરાયેલના હવાઈ હુમલામાં ઓછામાં ઓછા 18 લોકો મૃત્યુ નીપજ્યા અને 92 અન્ય લોકોને ઈજા સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું છે કે, આ હુમલાઓના લીધે એક રહેણાંક મકાનને ખરાબ રીતે નુકસાન પહોંચાડવામાં આવ્યું છે અને બીજી ઇમારત પણ સંપૂર્ણપણે ધરાશાયી થઈ ગયેલ છે. ઇઝરાયલની સેના દ્વારા લેબનીઝ રાજધાનીમાં આ હવાઈ હુમલાઓ અંગે તાત્કાલિક કોઈ ટિપ્પણી કરવામાં આવી નહોતી. પરંતુ આ હુમલા એવા સમયે થયા છે જ્યારે ઈઝરાયેલ દ્વારા લેબનોન માં ઈરાન સમર્થિત હિઝબુલ્લાહ વિરુદ્ધ તેના હુમલાનો વ્યાપ વધારી દેવામાં આવ્યો છે અને ત્યાં જમીની હુમલો શરૂ કરવામાં છે.

આ બાબતમાં ઇઝરાયેલી મીડિયા દ્વારા જણાવવામાં આવ્યું છે કે, હવાઈ હુમલામાં હિજબુલ્લાહ સંપર્ક અને સંકલન એકમના વડા વફિક સાફા ને નિશાન બનાવવામાં આવ્યા હતા. આ અગાઉ પેલેસ્ટિનિયન તબીબી અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ગાઝામાં વિસ્થાપિત લોકોની એક શાળા આવાસ પર ઇઝરાયેલી હુમલામાં ગુરુવારના ઓછામાં ઓછા 27 લોકોના મૃત્યુ નીપજ્યા હતા.

Share This Article
Leave a comment