Israel અને હમાસ વચ્ચે છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલા યુદ્ધને લઈને બંને દેશોની સાથે સમગ્ર દુનિયા પર તેની અસર જોવા મળી રહી છે. એવામાં હવે આ યુદ્ધને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ઇઝરાયેલ દ્વારા યુદ્ધ પૂર્ણ કરવાનો પ્રસ્તાવ રાખવામાં આવ્યો હતો. તેને હમાસ દ્વારા નકારી કાઢવામાં આવ્યો છે.
તમને જણાવી દઈએ કે, Israel દ્વારા એક પ્રસ્તાન મુકવામાં આવ્યો હતો. જેમા ગાઝા પટ્ટી માં લડાઇને પૂર્ણ કરવામાં આવશે અને હમાસના પ્રમુખને સુરક્ષિત રીતે બહાર નીકળવા માટે રસ્તો અપાશે. ઇઝરાયેલ દ્વારા યુદ્ધના સમાપ્તિની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં ઇઝરાયેલ દ્વારા કહેવામાં આવ્યું છે કે, જો તમામ બંધકોને એક સાથે છોડી મુકવામાં આવશે અને ગાઝાને નિરસ્ત કરી દેવામાં આવશે તો સિન્વારને જવા દેવાશે. હાલમાં વોશિંગ્ટનમાં ચર્ચા કરવામાં આવેલ પ્રસ્તાવમાં ગાઝા પટ્ટી માટે નવી વ્યવસ્થાની વાત કરવામાં આવેલ છે. બંધકોના સગાસંબંધીઓ દ્વારા આ યોજનાની સરાહના કરવામાં આવી હતી. પરંતુ હમાસ ના અધિકારીઓ દ્વારા આ પ્રસ્તાવને હાસ્યાસ્પદ ગણાવી નકારવામાં આવ્યો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ, ઇઝરાયેલ દ્વારા એક પ્રસ્તાવ રાખવામાં આવ્યો છે જેનાથી ગાઝામાં લડાઇ પૂર્ણ થઇ જાય અને હમાસના પ્રમુખને સુરક્ષિત રૂપે ત્યાથી બહાર નીકળવા માટેનો માર્ગ આપી દેવાશે. તેના બદલામાં ગાઝામાં બંધક બનાવેલ તમામ લોકોને તરત જ છોડી દેવાશે, પટ્ટીને સૈન્ય મુક્ત કરાશે અને એક વૈકલ્પિક શાસકીય સત્તાની સ્થાપના કરાશે.
જ્યારે ત્યાર બાદ હમાસ પોલીટ બ્યુરોના સભ્ય ગાઝી હમાદ દ્વારા તરત જ દરખાસ્તને નકારી કાઢવામાં આવી હતી. અલ-અરબી અલ-જાદીદને જણાવ્યું હતું કે, સિન્વાર ની બહાર નીકળવાની દરખાસ્ત હાસ્યાસ્પદ રહેલ છે અને વ્યવસાયની નાદારી તરફ નિર્દેશ કરી રહી છે. જ્યારે આ આઠ મહિનાની વાટાઘાટો દરમિયાન જે બન્યું છે તેના પર કબજો કરનારાઓના ઇનકાર ની પુષ્ટિ કરી રહ્યા છે. ઇઝરાયેલ ની આડ અસરના લીધે વાટાઘાટો અટકી ગયેલ છે.