ગિફ્ટ સિટીની જેમ Gujarat ની આ જગ્યાએ દારૂમાં મળી શકે છે છૂટછાટ

Amit Darji

Gujarat ના દારુ બંધી હોવા છતાં ગુજરાત સરકાર દ્વારા ઉદ્યોગોને વેગ આપવા, બહારથી આવતા મહેમાનો, ઉદ્યોગકારોને વ્યવસ્થા આપવા માટે ગાંધીનગરના ગિફ્ટ સિટી ખાતે દારૂની છૂટ આપવામાં આવી છે. આ રીતે હવે આગામી દિવસોમાં ગુજરાત સરકાર અન્ય એક સ્થળ પર નિયમો ફેરફાર કરવામાં આવતા દારૂની છૂટછાટ આપવામાં આવી શકે છે.

ગિફ્ટ સિટીની પ્રોપર્ટી ફટાફટ વેચાણ

તમને જણાવી દઈએ કે, દારૂની છૂટ આપવામાં આવ્યા બાદ વર્ષોથી પડી રહેલી ગિફ્ટ સિટીની પ્રોપર્ટી ફટાફટ વેચાણ થઈ ગયું હતું. તેની સાથે પ્રોપર્ટીનો ભાવમાં વધારો થઈ ગયો હતો. ત્યારે આવી જ રીતે હવે ગુજરાતના અન્ય એક સ્થળ પર આપવામાં આવે તેવી શક્યતાઓ વ્યક્ત કરાઈ છે.

તેની સાથે પાટનગર ગાંધીનગરના ગિફ્ટ સિટી બાદ હવે હીરાનગરી સુરત અને ખાસ કરીને તેના ડાયમંડ બુર્સનો વારો આવે તેવી શક્યતા રહેલી છે. જ્યારે હજારો કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલ ડાયમંડ બુર્સમાં તમને આગામી સમયમાં દારૂની છુંટછાટ જોવા મળી શકે છે.

સુરત ડાયમંડ બુર્સ ગુજરાતનો ડ્રીમ પ્રોર્જેક્ટ

તમને જણાવી દઈએ કે, સુરત ડાયમંડ બુર્સ ગુજરાતનો ડ્રીમ પ્રોર્જેક્ટ રહેલો છે. વર્ષ 2023 કરવામાં આવેલ ઉદઘાટન બાદ પણ આ પ્રોજેક્ટને હીરા ઉદ્યોગકારો તરફથી સારો પ્રતિસાદ મળ્યો નથી. 4500 ઓફિસો હોવા છતાં ડાયમંડ બુર્સ વૈશ્વિક ડાયમંડ ટ્રેડિંગ હબ બનાવવાની ગુજરાતની મહત્વાકાંક્ષાને પૂર્ણ કરવા નિષ્ફળ રહ્યું છે. ગિફ્ટ સિટીમાં ઉદ્યોગકારો-રોકાણકારોને આકર્ષવા માટે દારૂ બંધીની છૂટ આપવામાં આવી હતી. એવામાં સુરત ડાયમંડ બુર્સના પદાધિકારીઓ દ્વારા પણ રાજ્ય સરકારને દારૂ પીવાની છૂટ માટે માંગ કરવામાં આવી હતી. ગિફ્ટ સિટીની જેમ જ દારૂની છૂટને લઈને રાજ્ય સરકાર હીરા ઉદ્યોગકારોની દરખાસ્તને મંજૂરી આપે તેવી સંભાવના વ્યક્ત કરાઈ રહી છે.

Share This Article
Leave a comment