Jalal Yunus એ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના ડિરેક્ટર પદેથી આપ્યું રાજીનામું, જાણો શું છે સમગ્ર મામલો…

Amit Darji

Jalal Yunus દ્વારા આજે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) ના ડિરેક્ટર અને ક્રિકેટ સંચાલન સમિતિના અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપી દેવામાં આવ્યું છે. સમાચાર મુજબ, નેશનલ સ્પોર્ટ્સ કાઉન્સિલ, બાંગ્લાદેશમાં 41 વિવિધ રમત સંસ્થાઓના  નિયંત્રણ અધિકારીઓ દ્વારા યુનુસને તેમના પદ પરથી રાજીનામું આપવા માટે કહેવામાં આવ્યું હતું. યુનિસ બાંગ્લાદેશનો ભૂતપૂર્વ ફાસ્ટ બોલર રહેલા હતા અને તેમણે 1980 ના દાયકામાં પ્રોફેશનલ ક્રિકેટ રમી હતી. તે 1990 ના દાયકાથી રમતગમતના આયોજક પણ રહ્યા હતા. 2009 થી તેમના દ્વારા બીસીબીમાં મહત્વપૂર્ણ પદ સંભાળવા માં આવ્યું હતું અને ત્યાર બાદ 2021 માં ક્રિકેટ સંચાલનના પ્રમુખ બન્યા હતા.

ESPNcricinfo દ્વારા યુનિસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, તે આ પદ પર રહીને બાંગ્લાદેશમાં ક્રિકેટની પ્રગતિને રોકવા ઈચ્છતા નથી. તેમણે જણાવ્યું કે, “મેં ક્રિકેટના વ્યાપક હિત માટે રાજીનામું આપ્યું છે. હું ક્રિકેટ ને યોગ્ય રીતે ચલાવવાના પક્ષમાં રહ્યો છું. બંધારણ અનુસાર મને બદલવાના તેમના ઈરાદાથી હું ઠીક છું. હું ક્રિકેટની પ્રગતિમાં અવરોધ બનવા ઈચ્છતો નથી.”

આ દરમિયાન બાંગ્લાદેશનો મુકાબલો 21 ઓગસ્ટથી શરૂ થનારી બે મેચની ટેસ્ટ સીરીઝમાં પાકિસ્તાન સામે થવાનો છે. બે મેચોની સીરીઝની બીજી ટેસ્ટ 30 ઓગસ્ટથી 3 સપ્ટેમ્બરના વચ્ચે રમાશે. સીરીઝની બંને મેચ રાવલપિંડી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) દ્વારા સોમવારના બાંગ્લાદેશ સામેની તેની પ્રથમ ટેસ્ટ મેચ માટે તેની પ્લેઈંગ ઈલેવનની જાહેરાત કરવામાં આવી હતી. શાહીન શાહ આફ્રિદી, નસીમ શાહ, ખુર્રમ શહઝાદ અને મોહમ્મદ અલી પાકિસ્તાન માટે ટોચના ચાર ઝડપી બોલર છે જે બાંગ્લાદેશ સામે પ્રથમ ટેસ્ટ મેચમાં રમવાના છે. બાંગ્લાદેશ દ્વારા હજુ તેના પ્લેઈંગ-11 ની જાહેરાત કરવામાં આવી નથી.

જ્યારે બાંગ્લાદેશ ટીમના કોચ પર પણ તલવાર લટકતી જોવા મળી રહી છે. બાંગ્લાદેશના મુખ્ય કોચ ચંડિકા હથુરુસિંઘા દેશમાં તાજેતરના રાજકીય ઉથલપાથલના હોવા છતાં પુરૂષોની રાષ્ટ્રીય ક્રિકેટ ટીમ સાથે 2025 સુધી તેમનો કરાર પૂર્ણ કરવા આતુર રહેલા છે. ઉથલપાથલ બાદ ટીમમાં મોટા ફેરફારોની પ્રબળ શક્યતા રહેલી છે. શ્રીલંકાના 55 વર્ષીય હથુરુસિંઘા દ્વારા સોમવારના રાવલપિંડીમાં જણાવવામાં આવ્યું હતું કે, ‘મેં કરાર પર હસ્તાક્ષર કર્યા છે અને હું તે સમયગાળો પૂર્ણ કરવા માટે ઉત્સુક રહેલ છું. જો બોર્ડ બદલાય અને નવા લોકો ફેરફાર કરવા ઈચ્છતા હોય તો મને તેની સાથે કોઈ વાંધો નથી. જો તેઓ ઈચ્છે છે કે, હું આ પદ પર ચાલુ રાખું, જો તેઓ મારાથી ખુશ છે તો તેનાથી મને કોઈ વાંધો નથી. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, તેમના વિચારો અને પ્રાર્થનાઓ એવા પરિવારો સાથે છે જેમણે તેમના પ્રિયજનોને ગુમાવ્યા છે.

Share This Article
Leave a comment