આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં Jasprit Bumrah નો ધમાકો, ટોપ રેન્ક પ્રાપ્ત કર્યો

Amit Darji

ભારતીય ઝડપી બોલર Jasprit Bumrah વિશ્વનો ટોપ ફાસ્ટ બોલર બની ગયો છે. તેણે રવિચંદ્રન અશ્વિનને પાછળ છોડી દીધા છે. અનુભવી બોલર દ્વારા તાજેતરમાં બાંગ્લાદેશ સામે રમાયેલી બે મેચની ટેસ્ટ સીરીઝમાં પોતાના શાનદાર પ્રદર્શનના આધારે ICC ની તાજેતરની ટેસ્ટ રેન્કિંગમાં ટોચનું સ્થાન પ્રાપ્ત કરી લેવામાં આવ્યું છે. તેની સાથે જ યુવા બેટ્સમેન યશસ્વી જયસ્વાલ અને અનુભવી બેટ્સમેન વિરાટ કોહલીને પણ ટેસ્ટ રેન્કિંગમાં ફાયદો પ્રાપ્ત થયો છે.

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાયેલી બે મેચની ટેસ્ટ સીરીઝમાં 11 વિકેટ પ્રાપ્ત કરી હતી. હવે તેમને તેનો લાભ થયો છે. તે એક સ્થાનના ફાયદાની સાથે ટોપ પર પહોંચી ગયા છે. હવે તેમના 870 પોઈન્ટ થઈ ગયા છે. તેની સાથે જ અશ્વિન બીજા સ્થાન પર આવી ગયો છે. તેમના 869 પોઈન્ટ રહેલા છે.

આ બીજી વખત છે જ્યારે જસપ્રીત બુમરાહ ટેસ્ટ રેન્કિંગમાં ટોપ પર પહોંચ્યા છે. આ અગાઉ આ વર્ષે ફેબ્રુઆરીમાં ફાસ્ટ બોલરે ઈંગ્લેન્ડ સામેની સીરીઝ બાદ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. ત્યાર બાદ તેને ત્રણ સ્થાનનો ફાયદો થયો હતો. તે ટોચનો ટેસ્ટ બોલર બનનાર પ્રથમ ભારતીય ઝડપી બોલર બન્યો હતો. તેમના પહેલા ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન કપિલ દેવ ટેસ્ટ બોલરો માં સર્વોચ્ચ રેન્કિંગ મેળવનાર એકમાત્ર ભારતીય બોલર રહેલા હતા. તેઓ ડિસેમ્બર 1979 થી ફેબ્રુઆરી 1980 વચ્ચે બીજા સ્થાન પર રહ્યા હતા.

આ સિવાય કાનપુર ટેસ્ટમાં જસપ્રીત બુમરાહે કુલ સાત વિકેટ લીધી હતી જ્યારે અશ્વિને પાંચ વિકેટ લીધી હતી. જ્યારે બાંગ્લાદેશના મેહદી હસન મિરાજ ને ચાર સ્થાનનો ફાયદો થતા તે 18 માં સ્થાન પર આવી ગયેલ છે. આ સિવાય અનુભવી સ્પિનર ​​શાકિબ અલ હસન 28 માં સ્થાને આવી પહોંચી છે. તેને પાંચ સ્થાનનો ફાયદો થયો છે.

Share This Article
Leave a comment