ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ના સેક્રેટરી Jay Shah દ્વારા દુલીપ ટ્રોફી ટૂર્નામેન્ટમાં રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા સ્ટાર ખેલાડીઓને સામેલ ન કરવા પર મોટું નિવેદન આપવામાં આવ્યું છે. જય શાહ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ઈજાના ભયના લીધે રોહિત શર્મા અને વિરાટ કોહલીને આ ટૂર્નામેન્ટમાં ભાગ લેવા માટે ભાર મુકવામાં આવ્યો નથી.
દુલીપ ટ્રોફીથી ઘરેલું સીઝનની સીઝનની શરૂઆત થઈ રહી છે. આ ટૂર્નામેન્ટમાં ભારતીય ટીમના ઘણા સ્ટાર્સ રમતા જોવા મળવાના છે. દુલીપ ટ્રોફી 5 સપ્ટેમ્બરથી શરૂ થવાની છે. BCCI દ્વારા ટોચના ભારતીય ખેલાડીઓને ઘરેલુ ક્રિકેટ રમવા માટે કહેવામાં આવ્યું હતું, પરંતુ જય શાહ દ્વારા કહેવામાં આવ્યું હતું કે, વિરાટ કોહલી કોહલી અને રોહિત શર્માને આ ટૂર્નામેન્ટમાં રમવા માટે આગ્રહ કરવામાં આવ્યો નહોતો જેના લીધે ઈજાના ભયને ટાળી શકાય. તેમના દ્વારા એમ પણ જણાવવામાં આવ્યું છે કે, તમામ આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડમાં સ્થાનિક ક્રિકેટમાં ભાગ લેતા નથી.
મુંબઈમાં નામી મીડિયા સાથે વાત કરતા Jay Shah દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, અમે વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા ખેલાડીઓને દુલીપ ટ્રોફીમાં રમવા માટે દબાણ કર્યું નથી. જો આવું કરવામાં ઈજાનો ભય વધી શકે છે. જો તમને ખ્યાલ હશે કે, ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડમાં બધા આંતરરાષ્ટ્રીય ખેલાડી ઘરેલું ટુર્નામેન્ટમાં રમતા નથી. અમારે સન્માન સાથે ખેલાડીઓની સાથે વ્યવહાર કરવો પડશે.
દુલીપ ટ્રોફી ટુર્નામેન્ટમાં નિયમિત કેપ્ટન રોહિત શર્મા અને અનુભવી બેટ્સમેન વિરાટ કોહલી સિવાય રવિચંદ્રન અશ્વિન અને જસપ્રિત બુમરાહને પણ સામેલ કરવામાં આવશે નહીં. રોહિત શર્મા છેલ્લી વખત 2016 માં દુલીપ ટ્રોફીમાં રમ્યા હતા જ્યારે વિરાટ કોહલીએ 2010 માં ટૂર્નામેન્ટમાં ભાગ લીધો હતો જ્યારે તેમને ટેસ્ટ ટીમમાં સામેલ કરવાની તક મળી નહોતી. ઋષભ પંત અને શુભમન ગિલ જેવા ખેલાડીઓ પણ દુલીપ ટ્રોફીનો ભાગ રહેવાના છે. તમને જાણ હશે કે, શ્રેયસ અય્યર અને ઇશાન કિશનને સ્થાનિક ક્રિકેટમાં ન રમવાના કારણે BCCI ના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી બહાર કરવામાં આવ્યા હતા.
જય શાહે એમ પણ જણાવ્યું હતું કે, આગામી સમયમાં વધુ ઘણા ખેલાડીઓ ઘરેલું ક્રિકેટમાં રમતા જોવા મળશે. તેમણે જણાવ્યું કે, ‘આ ખેલાડીઓ સિવાય અન્ય તમામ ખેલાડીઓ તેમાં જોડાઈ રહ્યા છે. તમારે તેની પ્રશંસા કરવી જોઈએ. ઈશાન કિશન અને શ્રેયસ અય્યર બુચી બાબુ ટૂર્નામેન્ટમાં રમવાના છે. બુચી બાબુ ટૂર્નામેન્ટમાં શ્રેયસ, ઈશાન અને સૂર્યકુમાર યાદવ પોત-પોતાની રાજ્યની ટીમોનું પ્રતિનિધિત્વ કરતા જોવા મળવાના છે.