Jio એ 153 રૂપિયાનો રજૂ કર્યો શાનદાર પ્લાન, અનલિમિટેડ કોલિંગ સાથે મળી રહ્યા છે અનેક ફાયદાઓ…

Amit Darji

દિગ્ગજ ટેલિકોમ કંપની રિલાયન્સ Jio દ્વારા દિવાળીની તક પર તેના કરોડો ગ્રાહકો માટે મોટી ઓફર રજૂ કરવામાં આવી છે. જો અત્યાર સુધી તમે મોંઘા રિચાર્જ પ્લાન થી હેરાન હતા, તો હવે Jio દ્વારા તેના ગ્રાહકો માટે એક સસ્તો પ્લાન લોન્ચ કરવામાં આવ્યો છે. હવે તમારે ફ્રી કોલિંગ અને ડેટા માટે વધુ પૈસા ખર્ચ કરવા પડશે નહીં. જિયો દ્વારા તહેવારોની સિઝનમાં યુઝર્સની પરેશાનીઓ ને ઓછી કરવા માટે સૌથી ઓછી કિંમત નો પ્લાન રજૂ કરવામાં આવ્યો છે.

તમને જણાવી દઈએ કે, Jio ની લિસ્ટમાં ઘણા પ્રકારના રિચાર્જ પ્લાન ના વિકલ્પો રહેલા છે. આ લીસ્ટમાં સસ્તા અને મોંઘા બંને પ્લાન રહેલા છે. તેવી જ રીતે Jio દ્વારા તેના ગ્રાહકોને શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ વાળા માટે અલગ-અલગ બજેટ પ્લાન ઓફર કરવામાં આવે છે. Jio દ્વારા તેની દિવાળી ઓફર દ્વારા ગ્રાહકોના ઘણા ટેન્શન દૂર કરવામાં આવ્યા છે. કંપની દ્વારા હવે 28 દિવસનો સૌથી સસ્તો પ્લાન રજૂ કરવામાં આવ્યો છે.

Jio નો 153 રૂપિયાનો રિચાર્જ પ્લાન

હવે Jio ની યાદીમાં તમને 153 રૂપિયા નો સૌથી સસ્તો પ્લાન નો વિકલ્પ મળી જશે. કંપની 153 રૂપિયામાં ગ્રાહકોને 28 દિવસની વેલિડિટી આપવામાં આવે છે. તમે આ પ્લાન સાથે 28 દિવસ માટે અનલિમિટેડ ફ્રી કોલિંગ નો આનંદ માણી શકશે. તેના સિવાય કંપની દ્વારા આ પ્લાન સાથે ગ્રાહકોને દરરોજ 300 ફ્રી SMS પણ આપવામાં આવે છે.

તેની સાથે આ સસ્તા પ્લાનમાં મળતા ડેટા બેનિફિટ્સ વિશે વાત કરીએ તો તેમાં તમને કુલ 14 GB ડેટા મળી રહ્યો છે. તેનો અર્થ તમે દરરોજ માત્ર 0.5 GB ડેટાનો ઉપયોગ કરી શકશો. જો તમે ફિલ્મ અને ક્રિકેટ પ્રેમી છો તો તમને આ પ્લાન ખૂબ પસંદ આવશે. તેમાં Jio  TV અને Jio સિનેમાનું ફ્રી સબસ્ક્રિપ્શન પણ પ્રાપ્ત થઈ રહ્યું છે.

Jio પાસે ઘણા સસ્તા પ્લાન ના ઓપ્શન

Jio પાસે 153 રૂપિયા સિવાય ગ્રાહકો માટે ઘણા શાનદાર પ્લાન પણ રહેલા છે. સસ્તા રિચાર્જ પ્લાન્સની વાત કરીએ તો તમને 75 રૂપિયા, 91 રૂપિયા, 125 રૂપિયા, 186 રૂપિયા અને 223 રૂપિયા જેવા શાનદાર પ્લાન્સ મળી જાય છે. જો તમે આ રિચાર્જ પ્લાન લેવાનું વિચારી રહ્યા છો તો તેનો ફાયદો માત્ર ફોન યુઝર્સને જ પ્રાપ્ત થશે. જો તમે સ્માર્ટફોન યુઝર છો તો તમને 153 રૂપિયાની સાથે અન્ય પ્લાન ના ફાયદા પ્રાપ્ત થશે નહીં.

Share This Article
Leave a comment