Jio એ આ રિચાર્જ પ્લાનમાં કર્યો મોટો ફેરફાર, મળી રહ્યા છે અનેક ફાયદાઓ…

Amit Darji

રિલાયન્સ જિયો સિમ યુઝર્સ માટે સારા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં, રિચાર્જ પ્લાન ની કિંમતોમાં વધારો કર્યા બાદ Jio હવે સતત નવી ઓફર્સ લાવી રહ્યું છે. તેના કરોડો ગ્રાહકોને રાહત આપવા માટે Jio દ્વારા તેના એક સસ્તા પ્લાન ને અપગ્રેડ કરવામાં આવ્યો છે. રિચાર્જ પ્લાન તેના ફાયદા Jio દ્વારા બદલવામાં આવ્યા છે તે રૂ. 1029 પ્લાન રહેલો છે. જો તમે નવો રિચાર્જ પ્લાન લેવા જઈ રહ્યા છો તો આ પ્લાન વિશે જરૂર જાણજો…

રિલાયન્સ જિયો દ્વારા 1029 રૂપિયાના પ્લાનમાં એક મોટું અપડેટ કરવામાં આવ્યું છે. જો તમે કોઈ એવો પ્લાન શોધી રહ્યા છો જેમાં તમને એન્ટરટેઈનમેન્ટ પેક પણ મળે તો આ પ્લાન તમારા માટે બેસ્ટ રહેલો છે. Jio દ્વારા આ પ્લાનમાં ઉપલબ્ધ Amazon Prime Video ની વેલિડિટી વધારવામાં આવી છે. ચાલો તમને તેમાં ઉપલબ્ધ ઓફર્સ વિશે વિગતવાર જાણકારી આપીએ.

Jio નો શાનદાર પ્લાન

રિલાયન્સ જિયોના રૂ. 1029 ના પ્લાનમાં તમને 84 દિવસ ની લાંબી વેલિડિટી પ્રાપ્ત થાય છે. પ્લાન સાથે તમને 84 દિવસ માટે અનલિમિટેડ ફ્રી કોલિંગ પણ કરી શકો છો. કંપની તેના યુઝર્સને કુલ 168 GB ડેટા ઓફર કરે છે જેથી તમે દરરોજ 2 GB હાઈ સ્પીડ ડેટા નો ઉપયોગ કરી શકશો. તેની સાથે તમને દરરોજ 100 ફ્રી SMS ની સુવિધા પ્રાપ્ત થાય છે.

- Advertisement -

Jio એ પોતાના રિચાર્જ પ્લાનમાં કર્યો મોટો ફેરફાર

તમને જણાવી દઈએ કે, Jio નો આ પ્લાન અનલિમિટેડ ટ્રુ 5G ડેટા સાથે આવે છે. તેના માટે જો તમારા વિસ્તારમાં 5G ડેટા કનેક્ટિવિટી હોવી જરૂરી છે તો તમે ઇચ્છો તેટલું ફ્રીમાં અનલિમિટેડ 5G ડેટાનો ઉપયોગ કરી શકો છો. તેમ છતાં ધ્યાનમાં રાખજો કે, દૈનિક ડેટા મર્યાદા સમાપ્ત થયા બાદ તમને 64Kbps ની સ્પીડથી ડેટા કનેક્ટિવિટી મળી જશે.

Amazon Prime Lite સબસ્ક્રિપ્શન મળશે

Jio નો આ પ્લાન OTT સ્ટ્રીમિંગ માટે શ્રેષ્ઠ ઓપરેશન રહેલો છે. આ પ્લાનમાં કંપની દ્વારા Amazon Prime Lite ના સબસ્ક્રિપ્શન માં ફેરફાર કરવામાં આવ્યા છે. આ 1029 રૂપિયા ના પ્લાન સાથે કંપની પહેલા ગ્રાહકોને એમેઝોન પ્રાઇમ 56 દિવસ માટે એક્સેસ આપતું હતું. પરંતુ હવે તેની વેલિડિટી વધારી દેવામાં આવેલ છે. જિયોના આ પ્લાનમાં હવે ગ્રાહકોને 56 દિવસની જગ્યાએ 84 દિવસ માટે એમેઝોન પ્રાઈમ નું ફ્રી સબસ્ક્રિપ્શન મળવાનું છે.

- Advertisement -
Share This Article
Leave a comment