રિલાયન્સ Jio ને ગ્રાહકો આકર્ષવા માટે નવા પ્લાન જાહેર કર્યા છે. રિલાયન્સ જિયો દ્વારા નેટફ્લિક્સ અને એમેઝોન પ્રાઈમ નું સબસ્ક્રીપ્શન આપતા નવા પ્લાન જાહેર કર્યા છે. તે ગ્રાહકોને આકર્ષી શકે છે. કેમકે આ પ્લાન દ્વારા ગ્રાહકો ઓછા ખર્ચે OTT પ્લેટફોર્મ્સ નું સબ્સ્ક્રિપ્શન પ્રાપ્ત કરી શકશે છે. તેના લીધે યુઝર્સ હવે મોબાઈલ પર અને ટીવી પર નવી ફિલ્મો અને નવી વેબસીરીઝ જોઈ શકશે.
રિલાયન્સ Jio ના બેસ્ટ પ્લાન નીચે અનુસાર છે
રિલાયન્સ જિયો નો 329 રૂપિયાનો પ્લાન
રિલાયન્સ જિયોના 329 રૂપિયાના આ પ્લાનમાં યુઝર્સને દરરોજ 1.5 GB ડેટા અને 100 SMS ની સાથે અનલિમિટેડ કોલિંગની સુવિધા પણ પ્રાપ્ત થશે. આ પ્લાન ની વેલીડીટી 28 દિવસની રહેલી છે. આ પ્લાન સાથે યુઝર્સને જિયો સાવન પ્રોનું એક્સેસ પ્રાપ્ત થઈ જશે.
રિલાયન્સ જિયો નો 949 રૂપિયાનો પ્લાન
રિલાયન્સ જિયોના 949 રૂપિયાના પ્લાનમાં યુઝર્સને દરરોજ 2 GB ડેટા ની સાથે 100 SMS અને અનલિમિટેડ કોલિંગની સુવિધા પ્રાપ્ત થશે. આ રિચાર્જ પ્લાન ની 84 દિવસની વેલિડિટી યુઝર્સને મળી જાય છે. આ રિચાર્જ પ્લાન માં યુઝર્સને Disney+ Hotstar નું સબસ્ક્રીપ્શન પણ ફ્રી મળી જાય છે.
રિલાયન્સ જિયો નો 1049 રૂપિયાનો પ્લાન
રિલાયન્સ જિયોના 1049 ના પ્લાનમાં યુઝર્સને શાનદાર સુવિધા પ્રાપ્ત થઈ રહી છે. આ રિચાર્જ પ્લાન માં યુઝર્સને દરરોજ 2 GB ડેટાની સાથે 100 SMS અને અનલિમિટેડ કોલિંગની સુવિધા પ્રાપ્ત થશે. આ પ્લાન ની વેલીડીટી 84 દિવસની રહેલી છે આ પ્લાનમાં યુઝર્સને Sony LIV, ZEE5, JioTV, JioCloud અને JioCinema નું સબસ્ક્રીપ્શન પ્રાપ્ત થઈ જાય છે.