Jio નો 84 દિવસ નો પ્લાન, જેમાં ડેટા અને અનલિમિટેડ કોલિંગ સાથે મળી રહ્યું છે ઘણું બધું…

Amit Darji

Reliance Jio ની પાસે તેના ગ્રાહકો માટે ઘણા પ્લાન રહેલા છે. Jio રિચાર્જ પ્લાન નું લિસ્ટ એટલું મોટું છે કે, તમામ પ્લાનને યાદ રાખવા ઘણા મુશ્કેલ છે. જ્યારથી જિયો દ્વારા તેના રિચાર્જ પ્લાન ની કિંમતોમાં વધારો કરવામાં આવ્યો છે ત્યારથી યુઝર્સ સસ્તા અને લાંબા વેલીડીટી પ્લાન ની શોધમાં રહેલા છે. આ કારણોસર કંપની દ્વારા તાજેતરમાં કેટલીક સસ્તા પ્લાનમાં જોડ્યા છે.

Jio ની પાસે 84 દિવસની વેલિડિટી સાથે ઘણા રિચાર્જ પ્લાન રહેલા છે. જો તમે એક વર્ષની વેલિડિટી સાથે નો પ્લાન ખરીદી શકતા નથી, તો તમે Jio ના 84 દિવસની વેલીડીટી પ્લાન તરફ તમે જઈ શકો છો. જો તમે Jio યુઝર છો, તો અમે તમને કંપની ના શ્રેષ્ઠ પ્લાનમાંથી એક પ્લાન વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે તમારી ઘણી બધી સમસ્યાઓનું સમાધાન લાવી શકે છે.

Jio ની યાદીમાં શ્રેષ્ઠ રિચાર્જ પ્લાન

Jio ના યાદીમાં 949 રૂપિયાનો બેસ્ટ પ્લાન રહેલો છે. તેમાં કંપની ગ્રાહકોને એક સાથે ઘણી ઓફર્સ આપી રહી છે. આ પ્લાન સાથે તમને 84 દિવસની વેલિડિટી પ્રાપ્ત થાય છે જેમાં તમે કોઈપણ નેટવર્કમાં અનલિમિટેડ ફ્રી કોલિંગ કરી શકશો. તેના સિવાય તમને દરરોજ 100 ફ્રી SMS પણ પ્રાપ્ત થશે.

Jio નો આ રિચાર્જ પ્લાન ગ્રાહકોને સંપૂર્ણ માન્યતા માટે 168 GB ડેટા ઓફર કરી રહ્યો છે, જેનો અર્થ છે કે તમે દરરોજ 2 GB ડેટાનો ઉપયોગ કરી શકો છો. આ પ્લાનમાં તમને અનલિમિટેડ 5G ડેટા એક્સેસ કરવાની સુવિધા પણ પ્રાપ્ત થાય છે. જો તમે OTT સ્ટ્રીમિંગ કરો છો તો તમને આ પ્લાન ખૂબ જ ગમશે કારણ કે કંપની યુઝર્સને 84 દિવસ માટે Disney Plus Hot Star નું ફ્રી સબસ્ક્રિપ્શન પણ આપી રહ્યું છે. તેના સિવાય Jio કેટલાક વધારાના ફાયદા પણ આપી રહ્યું છે. તમને 949 પ્લાન સાથે Jio Cinema, Jio TV અને Jio Cloud નું મફત સબ્સ્ક્રિપ્શન પણ મળી રહ્યું છે.

 

Share This Article
Leave a comment