Jio નો શાનદાર પ્લાન, 84 દિવસની વેલિડિટી મળી જશે માત્ર આટલા રૂપિયામાં…

Amit Darji

Jio સહિત તમામ ખાનગી ટેલિકોમ કંપનીઓ દ્વારા જુલાઈમાં તેમના મોબાઈલ ટેરિફમાં 22 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો. ત્યારથી રિચાર્જ પ્લાન ખૂબ મોંઘા બની ગયા છે. Jio પાસે હાલમાં 14 દિવસથી 365 દિવસની વેલિડિટી સાથે નિયમિત રિચાર્જ પ્લાન રહેલા છે જેમાં યુઝર્સને અનલિમિટેડ કોલિંગ, ઇન્ટરનેટ ડેટા, SMS વગેરેનો લાભ મળી રહ્યો છે. 28 દિવસના રિચાર્જ પ્લાન ની સરખામણીમાં 84 દિવસ નો પ્લાન સસ્તો રહેલો છે તેના લીધે મોટાભાગના યુઝર્સ ત્રણ મહિનાના પ્લાન સાથે રિચાર્જ કરાવે છે. જો તમે પણ Jio યુઝર છો અને 84 દિવસ માટે સૌથી સસ્તો પ્લાન શોધી રહ્યા છો તો અમે તમારી સમસ્યાને દૂર કરી નાખીશું.

Jio નો 84 દિવસ નો પ્લાન

Jio નો આ સસ્તો રિચાર્જ પ્લાન 859 રૂપિયાનો રહેલો છે. આ પ્લાનમાં યુઝર્સને દેશભરમાં કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ ફ્રી કોલિંગ નો લાભ મળી જાય છે. તેના સિવાય યુઝર્સને ફ્રી નેશનલ રોમિંગ નો લાભ પણ પ્રાપ્ત થાય છે. આ રિચાર્જ પ્લાનમાં યુઝર્સને દરરોજ 2 GB ડેટા અને 100 ફ્રી SMSનો લાભ મળી રહ્યો છે. આ રીતે એકંદરે યુઝર્સને 168 GB ડેટા નો લાભ મળી જશે.

તેની સાથે આ પ્લાનની વાત કરીએ તો જો તમારી પાસે 5G સ્માર્ટફોન છે અને તમે Jio ના True 5G નેટવર્કમાં રહેલા છો તો તમે અનલિમિટેડ ડેટાનો ઉપયોગ કરી શકશો. તેના સિવાય તમને આ પ્રીપેડ પ્લાન માં Jio TV અને Jio Cinema એપ્સ તેમજ Jio Cloud નું એક્સેસ મળી જશે.

479 રૂપિયાનો પ્લાન

આ પ્રીપેડ રિચાર્જ પ્લાન સિવાય Jio ની પાસે 84 દિવસનો એક શાનદાર પ્લાન રહેલો છે. આ પ્રીપેડ રિચાર્જ પ્લાન માટે યુઝર્સને 479 રૂપિયા ખર્ચ કરવા પડશે. આ પ્લાનમાં સમગ્ર દેશમાં કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ ફ્રી કોલિંગ નો લાભ મળી જાય છે. તેના સિવાય યુઝર્સને કુલ 1,000 ફ્રી SMS નો લાભ પણ મળે છે. આ પ્રીપેડ પ્લાન ખાસ કરીને એવા યુઝર્સ માટે રહેલો છે જે માત્ર કોલિંગ માટે જ પોતાનો નંબર વાપરતા હોય છે. તેમાં યુઝર્સને માત્ર 6 GB હાઈ સ્પીડ ડેટા મળે છે જેનો ઉપયોગ વેલીડીટી સમ્પાત થાય તે પહેલા કરી શકે છે.

Share This Article
Leave a comment