Jio નો શાનદાર પ્લાન, 84 દિવસની વેલિડિટી સાથે મળી રહ્યું છે Netflix નું સબ્સક્રિપ્શન

Amit Darji

દેશની નંબર વન ટેલિકોમ કંપની Reliance Jio ની પાસે સૌથી વધુ ગ્રાહકો રહેલા છે. કંપની દ્વારા તેના 49 કરોડથી વધુ યુઝર્સ માટે ઘણા પ્રકારના સસ્તા રિચાર્જ પ્લાન ઓફર કરવામાં આવ્યા છે. Jio પાસે દરેક સેગમેન્ટના યુઝર્સ માટે અલગ-અલગ પ્રકારના પ્લાન રહેલા છે. તેમ છતાં જ્યારથી જિયો દ્વારા પોતાના રિચાર્જ પ્લાનની કિંમતોમાં વધારો કરવામાં આવ્યો છે, ત્યારથી કંપનીને ગ્રાહકોનું નુકસાન પણ પહોંચ્યું છે. પરંતુ હવે જિયો દ્વારા ફરી એક વખત પોતાના ગ્રાહકોને ખુશ કરી દેવામાં આવ્યા છે. વધતી હરીફાઈ વચ્ચે જિયો દ્વારા એક શાનદાર પ્લાન રજૂ કરવામાં આવ્યો છે.

છેલ્લા થોડા દિવસોમાં ગ્રાહકોને પોતાની તરફ આકર્ષવા માટે ટેલિકોમ કંપનીઓ દ્વારા પોતાના રિચાર્જ પ્લાનમાં OTT એપ્સનું ફ્રી સબસ્ક્રિપ્શન પણ આપવા આવી રહ્યું છે. Jio દ્વારા પણ આ લિસ્ટમાં આવા ઘણા પ્લાન પણ ઉમેરવામાં આવ્યા છે જેમાં ગ્રાહકોને Amazon Prime, Sony Liv, Zee5, Netflix અને Disney Plus Hotstar જેવી એપ્સનું ફ્રી એક્સેસ આપવામાં આવી રહ્યું છે. તાજેતરમાં 1299 રૂપિયાનો પ્લાન Jio ગ્રાહકોમાં ખૂબ જ લોકપ્રિય થઈ ગયો છે.

જો તમે તમારા ફોનમાં Jio સિમનો ઉપયોગ કરો છો તો 1299 રૂપિયાનો પ્લાન તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત રહેવાનો છે. આવો અમે તમને આ પ્લાનમાં ઉપલબ્ધ ઓફર્સ વિશે વિગતવાર જણાવી દઈએ.

- Advertisement -

રિલાયન્સ જિયો દ્વારા પોતાના ગ્રાહકોને 1299 રૂપિયાના પ્લાન પર ઘણી ઓફર્સ આપવામાં આવી છે. તેમાં યુઝર્સને 84 દિવસની લાંબી વેલિડિટી ઓફર કરાઈ રહી છે. તમે 84 દિવસ માટે કોઈપણ નેટવર્કમાં અનલીમીટેડ કોલિંગની સુવિધા રહેલી છે. જ્યારે કંપની દ્વારા દરરોજ 100 ફ્રી SMS પણ આપવામાં આવી રહ્યા છે.

Jio નો આ રિચાર્જ પ્લાન એવા યુઝર્સ માટે સારો સોદો સાબિત થઈ શકે છે જેઓ ઈન્ટરનેટનો વધુ ઉપયોગ કરે છે. આ પ્લાનમાં તમને 84 દિવસ માટે કુલ 168 GB ડેટા પ્રાપ્ત થયા છે. તમે દરરોજ 2 GB ડેટાનો ઉપયોગ કરી શકશો. અમે તમને જણાવી દઈએ કે, આ પ્લાન 5G પ્લાન રહેલો છે તેના લીધે જો તમારા વિસ્તારમાં 5G કનેક્ટિવિટી છે તો તમે અનલીમીટેડ 5G ડેટા પણ એક્સેસ કરી શકશો.

- Advertisement -

Jio ના આ રિચાર્જ પ્લાનનો સૌથી મોટો ફાયદો OTT પ્રેમીઓને મળશે. કંપની દ્વારા આ પ્લાન સાથે કરોડો યુઝર્સને લોકપ્રિય OTT એપ Netflix નું ફ્રી સબસ્ક્રિપ્શન આપવામાં આવી રહ્યું છે. તમને જણાવી દઈએ કે, 1299 રૂપિયાના પ્લાન સાથે 84 દિવસ માટે Netflix નું સંપૂર્ણ ફ્રી મોબાઇલ સબસ્ક્રિપ્શન મળશે. તેના સિવાય તમને પ્લાનમાં Jio સિનેમા, Jio TV નો નિયમિત લાભ પણ પ્રાપ્ત થશે.

Share This Article
Leave a comment