Jio નો સસ્તો પ્લાન, એક સાથે ચાલશે ત્રણ સીમ, અનલિમિટેડ કોલિંગ સાથે મળશે પુષ્કળ ડેટા

Amit Darji

Jio સહિત તમામ ખાનગી ટેલિકોમ કંપનીઓ દ્વારા જુલાઈમાં તેમના મોબાઈલ ટેરિફમાં 22 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો. ત્યારથી રિચાર્જ પ્લાન ખૂબ મોંઘા બની ગયા છે. Jio દ્વારા તેના પ્રિપેડ અને પોષ્ટપેડ પ્લાનના દરમાં પણ વધારો કરવામાં આવ્યો છે. તેની સાથે કંપની દ્વારા યુઝર્સને મળી રહેલા અનલિમિટેડ  5G ડેટાને પણ મર્યાદિત કરી દેવામાં આવ્યા છે. Jio પાસે બીજો સસ્તો પ્લાન રહેલો છે, જેમાં યુઝર્સ એક સાથે ત્રણ સિમ કાર્ડનો ઉપયોગ કરી શકશે.

Jio 449 રૂપિયાનો પ્લાન

રિલાયન્સ જિયો નો આ સૌથી સસ્તો ફેમિલી પોસ્ટપેડ પ્લાન રહેલો છે જેમાં ત્રણ સિમ કાર્ડ ચાલે છે. આ પ્લાન માટે યુઝર્સને દર મહિને 449 રૂપિયા ખર્ચ કરવા પડશે. તેની સાથે યુઝર્સને તેના સિવાય 18 ટકા GST પણ ચૂકવવો પડશે. આ પ્લાન ને લઈને જણાવી દઈએ કે, આ પ્લાનમાં યુઝર્સને દરેક મોબાઈલ નંબર પર અનલિમિટેડ વોઇસ કોલિંગ નો લાભ મળી રહ્યો છે. તેના સિવાય યુઝર્સને દરરોજ 100 ફ્રી SMS નો પણ લાભ મળી રહ્યો છે.

તેની સાથે તેમાં યુઝર્સને 75GB ડેટા ઓફર કરવામાં આવી રહ્યો છે. આ સિવાય કંપની દ્વારા આ સસ્તા પ્લાનમાં યુઝર્સને દરેક સિમ કાર્ડ પર 5 GB એક્સ્ટ્રા ડેટા આપવામાં આવી રહ્યો છે. આ રીતે યુઝર્સને કુલ 90 GB ડેટાનો લાભ મળવાનો છે. હાઈ સ્પીડ ડેટા સમાપ્ત થયા બાદ યુઝર્સને 10 રૂપિયા પ્રતિ GB ચાર્જ કરાશે. એટલું જ નહીં, 5G સ્માર્ટફોન યુઝર્સ ને અનલિમિટેડ 5G ડેટા ઓફર કરાશે. તેના સિવાય કંપની દ્વારા આ પ્લાનમાં યુઝર્સને Jio Cinema, Jio TV અને Jio Cloud નો એક્સેસ પણ પ્રાપ્ત થઈ રહ્યો છે.

Share This Article
Leave a comment