Jio દ્વારા ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસ (IMC) 2024 માં વધુ બે સસ્તા 4G ફોન લોન્ચ કરવામાં આવ્યા છે. Jio ની ભારત સિરીઝમાં લોન્ચ થયેલા V2 4G ફોનના આ અપગ્રેડેડ મોડલ રહેલા છે. JioBharat V3 4G અને V4 4G ફોનની સાથે UPI ચૂકવણી કરવા માટે JioPay ને ઇન્ટિગ્રેશન કરવામાં આવ્યું છે. તેના સિવાય યુઝર્સને 450 થી વધુ ફ્રી લાઈવ ટીવી ચેનલ્સ, અનલિમિટેડ વોઈસ કોલિંગ અને સસ્તા ઈન્ટરનેટ ડેટાનો લાભ પણ પ્રાપ્ત થઈ રહ્યો છે.
કિંમત કેટલી છે?
JioBharat V3 અને V4 4G ફોનની કિંમત 1,099 રૂપિયા રહેલી છે. આ બંને ફીચર ફોન Amazon, JioMart સહિત દેશના અગ્રણી રિટેલ સ્ટોર્સ પરથી ખરીદી શકાશે. આ બંને ફીચર ફોન સાથે કંપની દ્વારા 123 રૂપિયામાં એક મહિનાનો રિચાર્જ પ્લાન ઓફર કરવામાં આવી રહ્યો છે, જેમાં યુઝર્સને કુલ 14 GB ડેટાની સાથે દેશભરમાં કોઈપણ નેટવર્ક પર ફ્રી કોલિંગનો લાભ પણ પ્રાપ્ત થશે.
JioBharat V3, V4 4G ના ફીચર્સ
Jio ના આ બંને 4G ફીચર ફોન સમાન ફીચર્સ સાથે આવે છે. તેમ છતાં આ બંને ફોનની ડિઝાઇનમાં તફાવત રહેલ છે. ગયા વર્ષે લોન્ચ કરવામાં આવેલ JioBharat V2 ની સરખામણીમાં V3 ને સ્ટાઇલિશ બનાવવામાં આવ્યો છે. જ્યારે, V4 ની ડિઝાઇન સરળ રાખવામાં આવી છે. આ બંને ફોન 1,000mAh ની પાવરફુલ બેટરી સાથે આવે છે. આ 128 GB સુધીના સ્ટોરેજ સાથે એક્સટર્નલ મેમરી કાર્ડને સપોર્ટ કરે છે. જ્યારે, આ ફોન 23 ભારતીય ભાષાઓ માટે સપોર્ટ સાથે આવે છે.
Jio એ આ બંને 4G ફીચર ફોનમાં JioTV એપનું એક્સેસ આપવામાં આવ્યું છે, જેના દ્વારા 455 લાઈવ ટીવી ચેનલો ફ્રીમાં જોઈ શકાય છે. તેના સિવાય Jio Cinema એપનું એક્સેસ પણ ઉપલબ્ધ રહેશે, જેમાં યુઝર્સ તેમની મનપસંદ વેબ સિરીઝ, ટીવી શો અને મૂવી જોઈ શકશે. એટલું જ નહીં, Jio ના આ ફીચર ફોન કોઈ સ્માર્ટફોનથી ઓછો નથી. તેમાં JioChat સપોર્ટ મળે છે, જેના દ્વારા યુઝર્સ દ્વારા ઇન્સ્ટન્ટ મેસેજિંગનો આનંદ માણી શકાશે.
એટલું જ નહીં, આ બંને ફોનમાં UPI પેમેન્ટ કરવા માટે JioPay નું એક્સેસ આપવામાં આવે છે. તેના સિવાય કીપેડ સાથેના આ બંને મલ્ટીમીડિયા ફીચર ફોનમાં ઇન-બિલ્ડ સાઉન્ડ બોક્સ પણ આપવામાં આવ્યું છે, જેના દ્વારા UPI ટ્રાન્ઝેક્શન પછી પેમેન્ટની જાણકારી આપશે.