પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ વચ્ચે મુલ્તાનમાં પ્રથમ ટેસ્ટ મેચ રમાઈ રહી છે. આ મેચના ચોથા દિવસે હેરી બ્રુક દ્વારા ત્રેવડી સદી ફટકારીને ઈતિહાસ રચ્યો છે. હેરી બ્રુકના સાથી ખેલાડી Joe Root ભલે ત્રેવડી સદી ફટકારી શક્યો નહોતા પરંતુ તેણે 250 થી વધુ રન બનાવીને ઈંગ્લેન્ડને મજબૂત સ્થિતિમાં પહોંચાડી દીધું હતું. ઈંગ્લેન્ડે તેની પ્રથમ ઇનિંગ 823/7 રન પર ડીકલેર કરી દીધી હતી. આ રીતે, ઇંગ્લેન્ડની ટીમ 1958 પછી ટેસ્ટ મેચની એક ઇનિંગમાં 800 થી વધુ રન બનાવનારી પ્રથમ ટીમ બની ગઈ છે. ઈંગ્લેન્ડ તરફથી હેરી બ્રુકે 322 બોલમાં 22 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 317 રન બનાવ્યા અને વીરેન્દ્ર સેહવાગના 309 રનના રેકોર્ડને તોડી નાખ્યો હતો. વીરેન્દ્ર સેહવાગે વર્ષ 2004માં મુલતાનમાં જ 309 રનની ઇનિંગ રમી હતી. હેરી બ્રુક સિવાય જો રૂટ દ્વારા 375 બોલમાં 17 ચોગ્ગાની મદદથી 261 રન બનાવવામાં આવ્યા હતા.
હેરી બ્રુક અને Joe Root વચ્ચે ચોથી વિકેટ માટે 454 રનની રેકોર્ડ ભાગીદારી થઈ હતી. ઈંગ્લેન્ડ માટે ટેસ્ટ ક્રિકેટમાં કોઈપણ વિકેટ માટે આ સૌથી વધુ ભાગીદારીનો રેકોર્ડ રહેલો છે. એટલું જ નહીં, જો રૂટ અને હેરી બ્રુકે સાથે મળીને એક અનોખો રેકોર્ડ બનાવ્યો જે આજથી પહેલા ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં માત્ર બે વખત જોવા મળ્યો હતો.
વાસ્તવમાં ટેસ્ટ ક્રિકેટના 147 વર્ષના ઈતિહાસમાં આવું માત્ર ત્રીજી વખત બનેલ છે જ્યારે બે બેટ્સમેનો દ્વારા એક ઈનિંગમાં 260 થી વધુ રન બનાવવામાં આવ્યા હોય. વર્ષ 1958માં ટેસ્ટમાં આવું પ્રથમ વખત બન્યું હતું જ્યારે વેસ્ટ ઈન્ડિઝના ગેરી સોબર્સે અણનમ 365 અને કોનરાડ હંટ દ્વારા 260 રન બનાવવામાં આવ્યા હતા. ત્યાર બાદ 48 વર્ષ પછી ટેસ્ટમાં આ દ્રશ્ય જોવા મળ્યું છે. વર્ષ 2006 માં શ્રીલંકાના મહેલા જયવર્દને (374) અને કુમાર સંગાકારા (287) એ દક્ષિણ આફ્રિકા સામે આ મહાન સિદ્ધિ પ્રાપ્ત કરી હતી. હવે 16 વર્ષ બાદ ઈંગ્લેન્ડના બેટ્સમેનો દ્વારા આ કારનામું કરવામાં આવ્યું છે.
ટેસ્ટ મેચની એક ઇનિંગમાં 260 કે તેથી વધુ રન બનાવનાર બે બેટ્સમેન
1958 – ગેરી સોબર્સ (365*) અને કોનરાડ હંટે (260), વેસ્ટ ઈન્ડિઝ વિ. પાકિસ્તાન
2006 – મહેલા જયવર્દને (374) અને કુમાર સંગાકારા (287), શ્રીલંકા વિ. સાઉથ આફ્રિકા
2024 – હેરી બ્રુક (317) અને જો રૂટ (262), ઈંગ્લેન્ડ વિ. પાકિસ્તાન