ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે હાલમાં ટેસ્ટ સીરીઝ રમાઈ રહી છે. આ સીરીઝની પ્રથમ મેચ ઇંગ્લેન્ડની ટીમ દ્વારા જીત મેળવવામાં આવી હતી. જ્યારે સીરીઝની બીજી મેચમાં પણ ઇંગ્લેન્ડની ટીમ ખૂબ જ મજબૂત સ્થિતિમાં જોવા મળી રહી છે. રમત ના બીજા દિવસે ઈંગ્લેન્ડની ટીમ દ્વારા 533 રનની લીડ મેળવી લેવામાં આવી હતી. આ દરમિયાન ઇંગ્લેન્ડના સ્ટાર બેટ્સમેન જો રૂટ દ્વારા એક શાનદાર રેકોર્ડ પોતાના નામે કરવામાં આવ્યો હતો. Joe Root એક વિશિષ્ટ ક્લબનો ભાગ બની ગયેલ છે. તેના દ્વારા એક એવો રેકોર્ડ બનાવવામાં આવ્યો છે જે આજથી પહેલા ટેસ્ટ ક્રિકેટમાં માત્ર ત્રણ જ બેટ્સમેનો બનાવી શક્યા છે.
ઈંગ્લેન્ડના સૌથી મહાન ટેસ્ટ બેટ્સમેન બની ગયેલા જો રૂટ દ્વારા વધુ એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લેવામાં આવ્યો છે. Joe Root દ્વારા છેલ્લા થોડા સમયથી શાનદાર ફોર્મ માં જોવા મળી રહ્યો નહોતો પરંતુ ન્યુઝીલેન્ડ સામેની બીજી ટેસ્ટ મેચ ની બીજી ઇનિંગ્સમાં રૂટ દ્વારા શાનદાર અડધી સદી ફટકારવામાં આવી છે. તે બીજા દિવસની રમત ના અંત સુધી 106 બોલમાં 73 રન બનાવીને રમી રહ્યો હતો. આ ઇનિંગ દરમિયાન જો રૂટે એક મોટો રેકોર્ડ બનાવી દીધો છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે તે કયો રેકોર્ડ રહેલો છે.
જો રૂટે ટેસ્ટ ક્રિકેટમાં 100 મી વખત 50+ સ્કોર બનાવવામાં આવ્યો છે. આવું કરનાર તે વિશ્વનો ચોથો બેટ્સમેન બની ગયેલ છે. તેમના પહેલા સચિન તેંડુલકર, જેક કાલિસ અને રિકી પોન્ટિંગ દ્વારા ટેસ્ટ ક્રિકેટમાં 50+ 100 કે તેથી વધુ વખત રન બનાવવામાં આવ્યા છે. આ યાદીમાં રૂટ એકમાત્ર સક્રિય બેટ્સમેન રહેલ છે. સ્ટીવ સ્મિથ નું નામ સક્રિય બેટ્સમેનોમાં 50+ નો સૌથી વધુ સ્કોર બનાવવાની બાબતમાં જો રૂટ પછી બીજા સ્થાન પર રહેલ છે. તેણે ટેસ્ટ ક્રિકેટમાં 50+ 73 વખત રન બનાવ્યા છે. કેન વિલિયમસન ત્રીજા સ્થાન પર છે જ્યારે ભારતના વિરાટ કોહલી ચોથા સ્થાન પર રહેલા છે.
ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ 50+ રન બનાવનાર બેટ્સમેન ની યાદી
સચિન તેંડુલકર – 119 વખત
જેક કાલિસ – 103 વખત
રિકી પોન્ટિંગ – 103 વખત
જો રૂટ – 100 વખત