ફિલ્મ અભિનેતા Kamal Haasan દ્વારા શનિવારના ‘એક દેશ-એક ચૂંટણી’ ના પ્રસ્તાવને ભયાનક અને ખામીયુક્ત ગણાવવામાં આવ્યો હતો. તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, આવી ચૂંટણી કેટલાક દેશોમાં સમસ્યા ઊભી કરી શકે છે. તેથી ભારતમાં તેની જરૂર નથી અને ભવિષ્યમાં પણ તેની જરૂરિયાત પણ પડશે નહીં.
મક્કલ નીધી મયમ (MNM) પાર્ટીના સ્થાપક હાસન દ્વારા જણાવવામાં આવ્યું છે કે, જો 2014 કે 2015 માં એક સાથે ચૂંટણી યોજાઈ હોત તો તેનાથી સરમુખત્યારશાહીની સ્થિતિ સર્જાઈ હોત. જેના કારણે સ્વતંત્રતા ઘટશે અને એક જ નેતાનું વર્ચસ્વ વધશે. તેમણે જણાવ્યું કે, આપણે સમજવું પડશે કે, આપણે આમાંથી બચી ગયા છીએ. આપણે એક એવી બીમારીથી બચી ગયા છીએ જે કોરોના કરતાં પણ વધુ ભયાનક હતી.
તેમના દ્વારા પાર્ટીની બેઠકમાં આ વાત કહેવામાં આવી હતી. તેમ છતાં તેમણે કોઈ ચોક્કસ પક્ષ કે નેતાનું નામ લીધું નહોતું. યુરોપ અને રશિયાનું ઉદાહરણ આપતા સંકેત આપ્યા છે કે, આવી ચુંટણીના પરિણામો શું હોઈ શકે છે, પરંતુ કોઈ ચોક્કસ દેશનું નામ લીધું નથી, જ્યાં આ સીસ્ટમ નિષ્ફળ રહી હોય.
Kamal Haasan દ્વારા એક ઉદાહરણ આપતા જણાવવામાં આવ્યું કે, જો તમામ ટ્રાફિક લાઇટ એક સાથે એક જ રંગમાં પ્રગટે તો શું થશે.? તેમણે જણાવ્યું કે, લોકોને વિચારવા અને તેમની પસંદગી કરવા માટે સમય આપવાની જરૂર છે.
MNM પ્રમુખ દ્વારા કહેવામાં આવ્યું છે કે, તેમને રાજકારણમાં પ્રવેશ કરવા અને બિગ બોસ શોને હોસ્ટ ન કરવાની સલાહ પણ આપી હતી. તેમના દ્વારા પૂછવામાં આવ્યું કે, આવી કોઈ તકનો ઉપયોગ કરવામાં શું ખોટું છે જે લોકોને મળવા અને વાતચીત કરવાનો માર્ગ મોકળો કરે છે.
હાસન દ્વારા કહેવામાં આવ્યું કે, તે નાનપણથી જ સ્ટેજ પર છે અને તેના અભિનયના લીધે તે લાઈમલાઈટમાં રહ્યા છે. તેમણે જણાવ્યું કે, આ મારી આદત નથી પરંતુ મારી જીવનશૈલી રહેલ છે. આ કારણોસર મેં રાજકારણ પસંદ કર્યું છે. તેમણે સમજાવ્યું કે, જો કોઈ ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળ ન થાય તો નિર્માતા અભિનેતા ને કાસ્ટ કરે નહીં. પરંતુ લોકો રાજકારણમાં નિષ્ફળતાઓને પણ યાદ રાખે છે.