US Election : કમલા હૈરિસે રચ્યો ઇતિહાસ, જાહેર થયા રાષ્ટ્રપતિ ઉમેદવાર, ટ્રમ્પને આપશે ટક્કર

Amit Darji

વોશિંગ્ટન : અમેરિકી ઉપરાષ્ટ્રપતિ કમલા હૈરિસ ને સત્તાધારી ડેમોક્રેટિક પાર્ટીએ રાષ્ટ્રપતિ પદ માટે પોતાની ઉમેદવાર જાહેર કરી દીધી છે. શુક્રવારે ડેમોક્રેટિક નેશનલ કનવેંશનમાં બહુમત સાથે તેના નામ પણ મહોર લગાવવામાં આવી છે. ડેમોક્રેટિક પાર્ટીના અધિકારીઓએ સત્તાવાર રીતે કમલા હૈરિસને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવવાની જાહેરાત કરી દીધી છે.

ભારતીય-આફ્રિકી મૂળની પ્રથમ મહિલા ઉમેદવાર કમલા હૈરિસે આ ઉપલબ્ધિ સાથે એક ઇતિહાસ રચી દીધો છે. તે ભારતીય – આફ્રિકી મૂળની પ્રથમ મહિલા છે. અમેરિકામાં 5 નવેમ્બરે થનાર સામાન્ય ચૂંટણીમાં કમલા હૈરિસ નો મુકાબલો રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર અને પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે થશે.

‘એક્સ’ પર શેર કરી પોતાની ભાવનાડેમોક્રેટિક પાર્ટી તરફથી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ચુંટાઈ ગયા બાદ કમલા હૈરિસે એક્સ પર એક પોસ્ટ શેર કરી અને કહ્યું કે, હું સંયુક્ત રાજ્ય અમેરિકા ના રાષ્ટ્રપતિ પદ માટે ડેમોક્રેટિક ઉમેદવાર બનીને આનંદ અનુભવું છું. હું આગામી અઠવાડિયે સત્તાવાર રીતે નામાંકન સ્વીકાર કરીશ.આ અભિયાન દેશ પ્રત્યે પ્રેમ થી પ્રેરિત થઈને લોકો ના એકસાથે આવવા અને આપણે કોણ છીએ તેને સુધારવા માટેની લડાઇ માટે છે.

તમને જણાવી દઈએ કે, કમલા હૈરિસ 6 ઓગસ્ટથી એ રાજ્યો ના ચાર દિવસના પ્રવાસ પર જશે જ્યાં મુકાબલો રસાકસીભર્યો જોવા મળી રહ્યો છે. જો કે, ડેમોક્રેટિક પક્ષની ચૂંટણી પ્રચાર ટીમે 1 ઓગસ્ટના રોજ આ વિશે  જાહેરાત કરી હતી.

Share This Article
Leave a comment