બોમ્બે હાઈકોર્ટ દ્વારા શુક્રવારના Kangana Ranaut ની ફિલ્મ ‘ઈમરજન્સી’ ની રિલીઝ સંબંધિત કેસની સુનાવણી કરવામાં આવી હતી. આ મામલો ત્યારે શરૂ થયો જ્યારે કંગના રનૌતની ફિલ્મ ‘ઇમરજન્સી’ ને સેન્સર બોર્ડ તરફથી ક્લિયરન્સ મળી રહ્યું નહોતું. આવી સ્થિતિમાં કંગના રનૌત રિલીઝ ડેટમાં વિલંબના લીધે બોમ્બે હાઈકોર્ટ પહોંચી ગઈ હતી. ત્યાર બાદ CBFC એ કંગનાની ફિલ્મમાં ત્રણ કટ કરવાનું જણાવ્યું હતું. સોમવારબ છેલ્લી સુનાવણીમાં ‘ઇમર્જન્સી’ ના નિર્માતાઓ અંતે ફિલ્મમાંથી ત્રણ દ્રશ્યો કાપવા માટે સંમત થઈ ગયા હતા. તાજેતરના ઘટનાક્રમમાં બોમ્બે હાઈકોર્ટ દ્વારા અરજીનો નિકાલ કરી દેવામાં આવ્યો છે કારણ કે બંને પક્ષો, કંગના રનૌત અને સેન્સર બોર્ડ દ્વારા સમાધાન માટે સંમત થઈ ગયા છે.
‘ઈમરજન્સી’ માટે પક્ષ રાખવા માટે હાજર રહેલા વકીલ દ્વારા કહેવામાં આવ્યું છે કે, સમીક્ષા સમિતિ ને ફિલ્મમાં CBFC દ્વારા સૂચવેલા કટ ને અંતિમ સ્વરૂપ આપવા માટે સાત દિવસનો સમય આપ્યો હતો. વકીલ દ્વારા પાછળથી અરજીના સમાધાનની માંગ કરી અને બંને પક્ષો દ્વારા આ મુદ્દા પર કામ કરવામાં આવ્યું હતું. બોમ્બે હાઈકોર્ટે તેના ચુકાદા માં જણાવવામાં આવ્યું હતું કે, હાલની અરજી નો નિકાલ કરવામાં આવી રહ્યો છે. ચુકાદામાં કહેવામાં આવ્યું છે કે, ‘આ કહેવાની જરૂરીયાત નથી કે, કોર્ટ દ્વારા પક્ષકારોની પ્રતિબદ્ધતા પર કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી. પક્ષકારો ના તમામ અધિકાર અને દલીલો સુરક્ષિત રહેલી છે.
જ્યારે કંગના રનૌત પોતાની ફિલ્મમાં ફેરફાર કરવા માટે સંમત થઈ ગયા છે એવી અપેક્ષા રાખવામાં આવી રહી છે કે, સેન્સર બોર્ડ જલ્દી જ ફિલ્મને સર્ટીફીકેટ સાથે પાસ કરશે અને પછી ‘ઇમર્જન્સી’ ટૂંક જ સમયમાં સિનેમાઘરોમાં દેખાડવામાં આવશે. ઘણી રાજકીય ફિલ્મોની જેમ લોકો આ ફિલ્મની પણ રાહ જોવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં આ ફિલ્મને ચાહકો તરફથી કેટલો પ્રેમ મળે છે તે જોવાનું રહેશે.
તમને જણાવી દઈએ કે, કંગના રનૌત દ્વારા લિખિત અને નિર્દેશિત ‘ઇમર્જન્સી’ માં અનુપમ ખેર, મહિમા ચૌધરી, મિલિંદ સોમન, શ્રેયસ તલપડે, વિશાક નાયર અને સ્વર્ગસ્થ સતીશ કૌશિક પણ મુખ્ય ભૂમિકામાં રહેલા છે. ઝી સ્ટુડિયો અને મણિકર્ણિકા ફિલ્મ્સ દ્વારા નિર્મિત, ફિલ્મમાં સંચિત બલ્હારનું સંગીત રહેલ છે અને રિતેશ શાહ દ્વારા પટકથા અને સંવાદો છે. ઈમરજન્સીની કહાની પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીના જીવનની આસપાસ રહે છે અને કંગના દિવંગત રાજનેતાની મુખ્ય ભૂમિકામાં રહેલી છે. ભૂતપૂર્વ વડા પ્રધાન દ્વારા 1975 માં દેશમાં કટોકટી લાદવામાં આવી હતી અને આ ફિલ્મની કહાની માં તેના પર આધારિત રહેશે.