Kapil Sharma ટીવીની દુનિયા નું એક મોટું નામ રહેલું છે. કપિલ શર્માની કોમેડી લોકોને ખૂબ પસંદ આવે છે. કપિલ શર્મા દ્વારા ઘણી વખત પોતાની કોમેડી દ્વારા લોકોનું સ્મિત પરત લાવવામાં આવ્યું છે. તેમ છતાં એક સમય પણ આવ્યો હતો જ્યારે કપિલ શર્માની સ્માઈલ ગુમ થઈ ગઈ હતી. કપિલ શર્માના જીવનમાં એક સમય એવો આવ્યો જ્યારે તે ડિપ્રેશનનો શિકાર થઈ ગયો હતો. પરિસ્થિતિ એવી હતી કે, તે સમયે કપિલ શર્માનું બેંક બેલેન્સ પણ શૂન્ય થઈ ગયું હતું. તે સમય કપિલ શર્મા માટે ઘણો ખરાબ રહ્યો હતો. હવે કપિલ શર્મા દ્વારા પોતાના ખરાબ સમયને લઈને મોટું નિવેદન આપવામાં આવ્યું છે.
Kapil Sharma ની બંને ફિલ્મો ડૂબી ગઈ હતી. આ સમય દરમિયાન કપિલ શર્મા સમજાય ગયું કે, નિર્માતા માત્ર પૈસાનું રોકાણ જ નથી કરતા પરંતુ તેના નસીબ સાથે જોખમ પણ લેતા હોય છે.
એક પોડકાસ્ટ માં કપિલ શર્મા દ્વારા કહેવામાં આવ્યું છે કે, ફિલ્મોમાં પૈસા લગાવવાના લીધે તેમની હાલત ખરાબ થઈ ગઈ હતી. ફિલ્મો માં પૈસાનું રોકાણ કરવું તે તેમના જીવનની સૌથી મોટી ભૂલ રહેલી હતી.
Kapil Sharma દ્વારા ફિલ્મોમાં એટલા પૈસા રોકવામાં આવ્યા હતા કે, તેમની બેંકમાં પૈસા જ બચ્યા નહોતા. અચાનક જ કપિલ શર્મા ને ખબર પડી કે, તેમને ભારે નુકસાન પહોંચ્યું છે. એવામાં પૈસાનો ખર્ચ થવાના લીધે કપિલ શર્મા ડિપ્રેશનમાં આવી ગયો હતો. તે સમય કપિલ શર્મા માટે ઘણો ખરાબ રહ્યો હતો. કપિલ શર્મા નું નસીબ તેમને સાથ આપી રહ્યું નહોતું.
તેમ છતાં આ ખરાબ સમયમાં કપિલ શર્માને ગિન્ની એ સાથ આપવામાં આવ્યો હતો. તે દરમિયાન ગિન્ની એ કપિલ શર્મા ને ડિપ્રેશનમાંથી બહાર આવવામાં માટે મદદ કરી હતી.
કપિલ શર્મા પણ 2017 માં સુનીલ ગ્રોવર સાથેની લડાઈ ના લીધે ઘણા નારાજ હતા. તે એવો સમય હતો જ્યારે કપિલ શર્માની સંપૂર્ણ ટીમ અલગ થઈ ગઈ હતી.
તમને જાણીને હેરાની થશે કે, કપિલ શર્મા હાલમાં લગભગ 300 કરોડ રૂપિયાના માલિક રહેલ છે. આ દિવસોમાં કપિલ શર્મા ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો દ્વારા લોકોને ખૂબ હસાવી રહ્યો છે.