Karnataka ના MUDA સ્કેમ કેસમાં મુખ્યમંત્રી સિદ્ધારમૈયાની મુશ્કેલીઓ વધારો થયો છે. વિશેષ અદાલત દ્વારા પહેલાથી જ કેસ નોંધવાનો આદેશ આપવામાં આવ્યો છે અને ED દ્વારા એફઆઈઆર પણ દાખલ કરવામાં આવી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા તેમની સામે PMLA હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. ગયા અઠવાડિયે, કર્ણાટક લોકાયુક્તે કર્ણાટકના સીએમ અને અન્યો વિરુદ્ધ છેતરપિંડી અને અન્ય કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.
તેની સાથે સ્પેશિયલ કોર્ટ દ્વારા કેસ નોંધવાનો આદેશ પણ આપવામાં આવ્યો હતો. એવો આરોપ લાગ્યો છે કે, કર્ણાટકના સીએમની પત્નીને તમામ નિયમોની અવગણના કરીને 2011 માં મૈસૂર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા કથિત રીતે 14 હાઉસિંગ સાઇટ્સ અપાઈ હતી. હવે ટૂંક જ સમયમાં ED દ્વારા મની લોન્ડરિંગનો કેસ નોંધીને તપાસ હાથ ધરવામાં આવી શકે છે.
આ મામલામાં પ્રતિક્રિયા આપતાં સીએમ સિદ્ધારમૈયા દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (ટ્વિટર) પર લખવામાં આવ્યું છે કે, મુડા કેસ કાયદા અનુસાર લડવામાં આવશે. આવું પ્રથમ વખત બન્યું છે જ્યારે જનતાના સમર્થનથી ડરેલા વિપક્ષ દ્વારા મારી સામે રાજકીય રીતે પ્રેરિત કેસ દાખલ કરવામાં આવ્યો છે. ન્યાય મારા પક્ષે રહેલ છે, હું તેનો સામનો કરીશ અને હું જીતીશ.
તેમના દ્વારા આગળ લખવામાં આવ્યું છે કે, છેલ્લી ચૂંટણીમાં અમારી સરકારને લોકોના આશીર્વાદ પ્રાપ્ત થયા હતા અને તે અનુસાર અમારા દ્વારા સારી રીતે શાસન કરવામાં આવી રહ્યું છે. આ પાંચ વર્ષના સમયગાળામાં રાજ્યનો વિકાસ કરવાનો આદેશ આપેલ છે. રાજ્યપાલ તેમાં દખલગીરી ઈચ્છતા નથી, જો તેમાં દખલગીરી કરવામાં આવશે તો અમારે અનિવાર્યપણે તેનો વિરોધ કરવો પડશે.
તમને જણાવી દઈએ કે, કર્ણાટકમાં મૈસૂર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (MUDA) દ્વારા 2009 માં એવા લોકો માટે એક યોજના લાગુ કરવામાં આવી હતી જેમણે વિકાસ પ્રોજેક્ટ્સ આધારે તેમની જમીન ગુમાવી હોય. આ યોજના મુજબ, જમીન ગુમાવનારા લોકોને 50 ટકા વિકસિત જમીન આપવાની વાત કરાઈ હતી. તેના લીધે આ યોજના પાછળ થી 50:50 ના નામથી પ્રખ્યાત થઈ ગઈ હતી. જ્યારે આ યોજનાને ભાજપ સરકાર દ્વારા 2020 માં મુલતવી રાખવામાં આવી હતી. આરોપ રહેલો છે કે, આ મુડાના વિકાસ કાર્યક્રમ માટે મુખ્યમંત્રી સિદ્ધારમૈયાની પત્નીની 3 એકર અને 16 ગુંટા જમીન સંપાદિત કરાઈ હતી. પરંતુ આ જમીન સંપાદિત કર્યા વગર દેવનુર વિકાસ યોજના ના ત્રીજા તબક્કાનો વિકાસ કર્યો હતો.