Karnataka સરકાર દ્વારા મંગળવારના એટલે રાજ્યમાં ડેન્ગ્યુ તાવને રોગચાળા તરીકે જાહેર કરવામાં આવ્યો છે. આમાં તેના તમામ સ્વરૂપો સામેલ છે. તેના સિવાય કર્ણાટક એપિડેમિક ડિસીઝ રેગ્યુલેશન્સ 2020 માં સંશોધન માટે નિયમો બનાવવામાં આવેલ છે.
રાજ્યના આરોગ્ય વિભાગના આંકડા અનુસાર, આ વર્ષે જાન્યુઆરીથી જુલાઈ સુધીમાં ડેન્ગ્યુના 7362 કેસ સામે આવ્યા છે. ડેન્ગ્યુનો સામનો કરવા માટેના એક્શન પ્લાનની જાહેરાત કરતા મુખ્યમંત્રી સિદ્ધારમૈયા દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આ વર્ષે અત્યાર સુધીમાં 7,362 ડેન્ગ્યુના કેસ સામે આવ્યા છે. અત્યાર સુધીમાં સાત લોકોના મૃત્યુ નીપજ્યા છે. ડેન્ગ્યુના દર્દીઓને દાખલ કરવા માટે હોસ્પિટલના દરેક વોર્ડમાં દસ બેડ રાખવાનું કહેવામાં આવેલ છે. જ્યારે ઝૂંપડપટ્ટીમાં રહેનાર લોકોને મચ્છરદાની અપાશે.
આ બાબતમાં કર્ણાટકના આરોગ્ય પ્રધાન દિનેશ ગુંડુ રાવ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, સરકાર દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને તમામ વિભાગોને સૂચનાઓ આપી દેવામાં આવી છે. તેમના દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું કે, અમારા દ્વારા સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. અમે તમામ વિભાગોને ડેન્ગ્યુના સ્ત્રોત ઘટાડવા માટે સખ્ત સૂચના આપી છે. અમે આશા વર્કર અને સ્વયંસેવકોને ઘરે-ઘરે જવાનું જણાવ્યું છે. સરકાર દ્વારા સંપૂર્ણ સમય કામ કરવામાં આવી રહ્યું છે. અમારો ઉદ્દેશ્ય મચ્છરોના ફેલાવાને રોકવા અને તેના લીધે થતા મૃત્યુને રોકવાનો રહેલો છે.