કર્ણાટક સ્ટેટ કોન્ટ્રાક્ટર એસોસિએશનના પ્રમુખ D. Kempanna નું ગુરૂવારના અવસાન નીપજ્યું હતું. કેમ્પન્નાનું નામ અગાઉની ભાજપ સરકાર દરમિયાન સામે આવ્યું હતું, જ્યારે તેમના દ્વારા સરકાર પર કામો માટે કથિત રીતે 40 ટકા કમિશન લેવાનો આરોપ મુકવામાં આવ્યો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે, 84 વર્ષીય કેમ્પન્નાનું હાર્ટ એટેકના લીધે મૃત્યુ નીપજ્યું છે. તેમના પરિવારમાં પત્ની સિવાય એક પુત્ર અને ત્રણ પુત્રીઓ પણ છે.
તમને જણાવી દઈએ કે, કેમ્પન્નાના નેતૃત્વમાં કોન્ટ્રાક્ટર યુનિયન દ્વારા અગાઉની ભાજપ સરકારના મંત્રીઓ, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ અને અન્ય નેતાઓ પર હેરાનગતિનો આરોપ લગાવવામાં આવ્યો હતો. યુનિયન દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, કોન્ટ્રાક્ટરો પાસેથી કોન્ટ્રાક્ટ મેળવવા અને બિલ ક્લિયર કરવા માટે 40 ટકા કમિશનની માંગ કરવામાં આવી હતી. કોન્ટ્રાક્ટર એસોસિએશન દ્વારા આ અંગે પીએમ મોદીને પત્ર પણ લખવામાં આવ્યો હતો.
2023ની વિધાનસભા ચૂંટણી દરમિયાન વિપક્ષ કોંગ્રેસ દ્વારા કોન્ટ્રાક્ટર યુનિયનના આ આરોપોને ચૂંટણીનો મુદ્દો બનાવવામાં આવ્યો હતો. સમગ્ર ચૂંટણી દરમિયાન વિવિધ માધ્યમો દ્વારા 40 ટકા કમિશનની કથિત માંગ અવારનવાર કરવામાં આવી હતી. કર્ણાટકમાં ભાજપની હાર પાછળ આ અભિયાનને મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું છે.
સરકારમાં આવ્યા બાદ કોંગ્રેસ દ્વારા આ આરોપો ના આધારે જસ્ટિસ એચએન નાગમોહન દાસ કમિશનની રચના કરવામાં આવી હતી. તેના હેઠળ કોન્ટ્રાક્ટરોને આપવામાં આવેલા કોન્ટ્રાક્ટમાં ગેરરીતિની તપાસ કરવાની હતી.
કોંગ્રેસના નેતાઓએ વ્યક્ત કર્યો શોક
કેમ્પન્નાના નિધન પર મુખ્યપ્રધાન સિદ્ધારમૈયાએ એક્સ પર પોસ્ટમાં લખ્યું છે કે, “આજે દેશના એક નીડર અવાજ ગુમાવ્યો છે, જેણે કોઈપણ દબાણ અને લાલચમાં ઝુક્યા નહીં. કેમ્પન્નાના નિધનથી ખૂબ જ દુઃખી છીએ. તેમણે અગાઉની સરકાર દરમિયાન 40 ટકા કમિશન કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો, જે દેશભરમાં ચર્ચામાં રહ્યો હતો. તેમણે કોન્ટ્રાક્ટરો ના કામોમાં ભ્રષ્ટાચાર સામે ઉભા રહેવાનો નિર્ણય લીધો હતો.