Kolkata Kolkataના તબીબ પર દુષ્કર્મ અને હત્યા બાબતમાં એક મોટી જાણકારી સામે આવી છે. હોસ્પિટલના 50 થી વધુ સિનિયર તબીબો દ્વારા અચાનક રાજીનામું આપી દેવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. તેના લીધે દર્દીઓ માટે ચિંતા વધી ગઈ છે. તમામ ડોક્ટરો દ્વારા જુનિયર ડોકટરોના આમરણાંત ઉપવાસને સમર્થન અને એકતા દર્શાવવા માટે રાજીનામા આપવામાં આવ્યા છે. ડોક્ટર દ્વારા કહેવામાં આવ્યું છે કે, મંગળવારના વિભાગોના વડાઓની બેઠકમાં આ નિર્ણય લેવાયો છે. અમારી હોસ્પિટલના તમામ 50 વરિષ્ઠ ડૉક્ટરો દ્વારા તેમના રાજીનામા પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ પીડિતા સાથે કામ કરનારા જુનિયર તબીબો સાથે અમારી એકતા વ્યક્ત કરવા માટેની છે. ન્યાય માટે લડત લડી રહ્યા છીએ. NRS મેડિકલ કોલેજ અને હોસ્પિટલના તબીબો દ્વારા પણ રાજીનામું આપવામાં આવે ટેવ ઈ શક્યતા છે.
તમને જણાવી દઈએ કે, 9 ઓગસ્ટના રોજ આ ચકચાર મચાવનાર ઘટના બની હતી. એવામાં આ મામલામાં સીબીઆઈ દ્વારા બે મહિના બાદ આ કેસમાં અંતે ખુલાસો કરવામાં આવ્યો છે. સીબીઆઈ દ્વારા તબીબ પર દુષ્કર્મ અને હત્યા કેસમાં ચાર્જશીટ ફાઈલ કરવામાં આવી છે. સીબીઆઈ દ્વારા ચાર્જશીટમાં મહિલા તબીબ પર ગેંગરેપની થિયરીને ઉડાવતા સ્પષ્ટતા કરતા જણાવવામાં આવ્યું છે કે, આરોપી સંજય રોય દ્વારા મહિલા તબીબ પર દુષ્કર્મ અને હત્યા કરવામાં આવી હતી. સીબીઆઈ દ્વારા મહિલા તબીબ પર દુષ્કર્મ અને હત્યા કેસમાં ગેંગરેપ ને ફગાવી દેવામાં આવ્યો છે અને આ કામ એકલા સંજય રોય દ્વારા કરવામાં આવ્યું હોવાનું ચાર્જશીટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
આ ઘટનાને લઈને જણાવી દઈએ કે, કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજમાં 9 ઓગસ્ટના રોજ સવારના સમયે 31 વર્ષીય મહિલા તબીબની લાશ મળી આવી હતી. મહિલા ડોક્ટર પર હોસ્પિટલના જ સિવિક વોલિન્ટિયર સંજય રોય દ્વારા દુષ્કર્મ હત્યા કરવામાં આવી હતી. પીએમ રિપોર્ટમાં ભયાનક જાણકારી સામે આવી હતી. તબીબની આંગળીઓ, પેટ, પ્રાઈવેટ પાર્ટ અને અન્ય ઘણા ભાગોમાં ઊંડી ઈજાઓ અને લોહી વહેતું હોવાનું જણાવવામાં આવ્યું હતું. સિવિલ વોલિન્ટીયર સંજય રોય દ્વારા દુષ્કર્મ આચરી મહિલા તબીબની હત્યા કરી નાખવામાં આવી હતી. આરોપી દ્વારા પીડિતાનું મોં દબાવી રાખવામાં આવ્યું હતું અને તેનું માથું જમીન પર સતત પછાડવામાં આવ્યું હતું. જયારે ક્રુરતાથી દુષ્કર્મ આચરી હત્યા કરી નાખી હતી. આ હત્યા બાદ સમગ્ર દેશમાં તેને લઈને ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે.