મુંબઈમાં તાજેતરમાં એનસીપીના નેતા અને માયાનગરી ના પ્રખ્યાત ચહેરા Baba Siddique ની ગોળી મારીને હત્યા કરાઈ હતી. બાબા સિદ્દીકી ની હત્યાની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ ગેંગ દ્વારા લેવામાં આવી હતી. ત્યાર બાદ સલમાન ખાનને પણ લોરેન્સ બિશ્નોઈ ગેંગ દ્વારા ધમકી આપવામાં આવી હતી. એવામાં હવે આવા જ સમાચાર સામે આવ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ, ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ ની તસ્વીર લગાવીને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને ફેસબુક પર પોસ્ટ કરીને ધમકી આપવામાં આવી હોવાનું સામે આવ્યું છે. બુદ્ધાદિત્ય મોહંતી નામના વ્યક્તિના નામ પર બનેલા આઈડી દ્વારા Rahul Gandhi ને ધમકી આપવામાં આવી છે. જાણકારી મુજબ, મંગળવારના અમેઠીમાં NSUI કાર્યકર્તાઓ દ્વારા કેસ દાખલ કરવા માટે મુનશીગંજ પોલીસ સ્ટેશનમાં પ્રદર્શન કરવામાં આવ્યું હતું. બનારસમાં પણ કોંગ્રેસીઓ દ્વારા કેસ નોંધાવવા માટે સિગરા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા.
તમને જણાવી દઈએ કે, ફેસબુક પોસ્ટ પર યુઝર દ્વારા અંગ્રેજીમાં લખવામાં આવ્યું છે કે, જર્મની નજીક ગેસ્ટાપો હતો, ઈઝરાયેલ પાસે મોસાદ છે, યુએસએ પાસે સીઆઈએ છે, હવે ભારત પાસે લોરેન્સ બિશ્નોઈ ગેંગ રહેલ છે. યાદીમાં આગામી નામ ઓવૈસી અને રાહુલ ગાંધીના નામ હોવા જોઈએ. આ પોસ્ટ સામે આવ્યા બાદ કોંગ્રેસના કાર્યકરો ગુસ્સે ભરાઈ ગયા હતા.
આ બાબતમાં અમેઠીમાં NSUI ના કાર્યકર્તાઓએ જિલ્લા અધ્યક્ષ સુમિત તિવારીની આગેવાનીમાં મુન્શીગંજ પોલીસ સ્ટેશન પહોંચી વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. તેની સાથે NSUI કાર્યકર્તાઓ દ્વારા એસએચઓ શિવકાંત ત્રિપાઠીને ફરિયાદ સોંપવામાં આવી હતી. તમામ દ્વારા ફેસબુક યુઝર સામે કેસ દાખલ કરવાની માંગ કરવામાં આવી હતી. ફેસબુક પોસ્ટમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ ની પ્રશંસા કરીને હિંસા ભડકાવવાનો પ્રયત્ન કરાયો છે. આવી ધમકીઓ રાહુલ ગાંધીની સુરક્ષા માટે ખતરો ઉભો કરે છે. ભૂતકાળની ઘટનાઓથી જોવા મળી રહ્યું છે કે, ઓનલાઈન ધમકીઓ હિંસામાં પરિણમી છે અને રાજકીય વ્યક્તિઓ ને નિશાન બનાવવામાં આવી રહ્યા છે.