ઓસ્ટ્રેલિયા સામે બોર્ડર ગાવસ્કર ટ્રોફીની પ્રથમ ટેસ્ટ મેચની શરૂઆત થઈ ગઈ છે. એવામાં પ્રથમ દિવસે શુક્રવારના ભારત દ્વારા શરૂઆતના સત્રમાં જ માત્ર 51 રનમાં ચાર વિકેટ ગુમાવી દેવામાં આવી હતી. ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્ક અને જોશ હેઝલવુડ દ્વારા 2-2 વિકેટ લેવામાં આવી હતી. ભારતના યુવા બેટ્સમેન યશસ્વી જયસ્વાલ અને દેવદત્ત પડીકલ પોતાનું ખાતું પણ ખોલાવી શક્યા નહોતા. ત્યાર બાદ વિરાટ કોહલી પણ 5 રન બનાવીને આઉટ થઈ ગયા હતા. તેમ છતાં લોકેશ રાહુલ દ્વારા ટીમને સંભાળી રાખવામાં આવી હતી. લોકેશ રાહુલ 70 થી વધુ બોલનો સામનો કર્યો અને 26 રનની ઇનિંગ રમી હતી. તેમ છતાં લંચ પહેલા Lokesh Rahul મિચેલ સ્ટાર્ક નો શિકાર બન્યા હતા. આ રીતે તેની ટૂંકી પરંતુ સમજદાર ઇનિંગ્સ નો અંત આવી ગયો હતો.
લોકેશ રાહુલ 26 રનની ઇનિંગ રમી હોવા છતાં ક્રિકેટમાં મોટું સ્થાન પ્રાપ્ત કરવામાં સફળ રહ્યા હતા. આ ઇનિંગની મદદથી તેણે ટેસ્ટ ક્રિકેટમાં પોતાના 3000 રન પૂર્ણ કરી લીધા હતા. તેણે ટેસ્ટ ની 92 મી ઇનિંગમાં આ ખાસ સિદ્ધિ પ્રાપ્ત કરી લીધી હતી. આ રીતે તે ટેસ્ટ ક્રિકેટમાં ભારત માટે 3000 થી વધુ રન બનાવનાર સાતમાં સક્રિય ક્રિકેટર બની ગયા હતા. આ અગાઉ ટેસ્ટમાં સૌથી વધુ રન બનાવનાર સક્રિય ભારતીય ક્રિકેટરોના નામ માં વિરાટ કોહલી, ચેતેશ્વર પૂજારા, અજિંક્ય રહાણે, રોહિત શર્મા, આર અશ્વિન અને રવિન્દ્ર જાડેજાના નામનો સમાવેશ થાય છે. એવામાં લોકેશ રાહુલ પણ આ ક્લબમાં સામેલ થઈ ગયા છે.
ટેસ્ટમાં 3000 થી વધુ રન બનાવનાર સક્રિય ભારતીય ક્રિકેટર
વિરાટ કોહલી – 9045
ચેતેશ્વર પૂજારા – 7195
અજિંક્ય રહાણે – 5077
રોહિત શર્મા – 4270
રવિચંદ્ર અશ્વિન – 3474
રવિન્દ્ર જાડેજા – 3235
Lokesh Rahul 54 ટેસ્ટ મેચમાં ભારત માટે 3007 રન ટેસ્ટ ક્રિકેટ રન બનાવી ચુક્યા છે. આ સમયગાળા દરમિયાન તેની બેટિંગ એવરેજ 33.78 રહેલી છે. તેમણે આ ફોર્મેટમાં આઠ સદી પણ ફટકારી છે. તેમનો સર્વશ્રેષ્ઠ સ્કોર 199 રન રહ્યો છે જે 2016 માં ચેન્નાઈમાં ઈંગ્લેન્ડ સામે રમાયેલી ટેસ્ટ મેચમાં બનાવ્યા હતા.