ઉત્તરપ્રદેશના ઝાંસીમાં મહારાણી લક્ષ્મીબાઈ મેડિકલ કોલેજના નિયોનેટલ ઇન્ટેસિવ કેર યુનિટ ના SNCU વોર્ડમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. જેમાં 10 નવજાત શિશુઓ સળગી જતા અને ગૂંગળામણના લીધે મૃત્યુ નીપજ્યા હતા. જ્યારે આગ લાગી તે સમયે વોર્ડમાં 47 નવજાત શિશુઓ રહેલા હતા.
તેની સાથે જણાવી દઈએ કે, વોર્ડમાંથી 31 નવજાત બાળકોને બહાર કાઢી લેવાયા હતા. ઘટનાની જાણકારી મળતા જ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી આવી હતી. જ્યારે સેનાને પણ બોલાવવામાં આવી હતી. સેના અને ફાયર બ્રિગેડની ગાડીઓ દ્વારા આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. એવામાં દસ નવજાત શિશુઓના મોત થી હોસ્પિટલ પરિસરમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે.
આ મામલામાં ઘટનાની નોંધ લેતા સીએમ યોગી દ્વારા નાયબ મુખ્યમંત્રી બ્રિજેશ પાઠક ને ઝાંસી મોકલી દેવામાં આવ્યા હતા. તેમના છ મુખ્ય આરોગ્ય સચિવ પણ ઝાંસી આવવાના છે. સીએમ યોગી દ્વારા 12 કલાકમાં ઘટનાની તપાસ નો રિપોર્ટ સોંપવાનું જણાવવામાં આવ્યું છે. કમિશનર અને ડીઆઈજી અકસ્માતની તપાસ કરવામાં આવી રહી છે. તપાસ માટે કમિટીની રચના કરાઈ રહી છે.
જ્યારે ચીફ મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ સચિન માહોર દ્વારા જણાવવામાં આવ્યું છે કે, SNCU વોર્ડમાં 54 બાળકો ને દાખલ કરાયા હતા. ઓક્સિજન કોન્સેન્ટ્રેટરની અચાનક આગ ફાટી નીકળી હતી. આગને ઓલવવા ના પ્રયાસો કરાયા હતા પરંતુ રૂમમાં ઓક્સિજન વધુ હોવાથી આગ ઝડપથી ફેલાવવામાં આવી લાગી હતી. તેમ છતાં આ આગમાં ઘણા બાળકો બચી ગયા હતા. 10 બાળકોના મોત નીપજ્યા છે. ઈજાગ્રસ્ત બાળકોની સારવાર કરવામાં આવી રહી છે.
તેની સાથે વોર્ડના દરવાજા પર ધુમાડો અને જ્વાળાઓને લીધે નવજાત બાળકોને સમયસર બહાર કાઢી શકાયા નહોતા. થોડા સમય બાદ જ્યારે ફાયર જવાનો પહોંચ્યા, ત્યારે નવજાત બાળકોને બહાર કાઢવામાં આવ્યા હતા. વોર્ડમાંથી 10 નવજાત બાળકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. ઘટના સર્જાતા પરિવાજનો હોસ્પિટલ દોડી આવ્યા હતા.