Bangladesh થી મોટા સમાચાર સામે આવ્યા છે. બાંગ્લાદેશમાં શેખ હસીનાની સરકારના પતન બાદ પોલીસ વિભાગમાં મોટા પાયે ફેર બદલ કરવામાં આવ્યા હોવાના સમાચાર સામે આવ્યા છે. 18 ઇન્ચાર્જ અધિકારીઓ ની બદલી બાદ ઢાકાના 32 પોલીસ સ્ટેશનના વડાઓની બદલી કરી દેવામાં આવેલ છે. આ બાબતમાં જાણકારી સામે આવી છે. બાંગ્લાદેશ મીડિયા મુજબ, ટ્રાન્સફર નો ઓર્ડર રવિવાર રાત્રી ના આપવામાં આવેલ હતો. આ સમયગાળા દરમિયાન, ઢાકા મેટ્રોપોલિટન પોલીસ હેઠળના તમામ 50 પોલીસ સ્ટેશનના વડાઓની બદલી કરી દેવામાં આવેલ છે. તમને જણાવી દઈએ કે, 13 ઓગસ્ટના રોજ 18 અધિકારીઓની બદલી કરાઈ હતી.
તેની સાથે જે લોકો ફેરબદલી કરવામાં આવી છે તેમની પાસે તે અધિકાર રહેશે નહીં, જે તેમની પાસે પ્રમુખ તરીકે રહેલા હતા. આ અધિકારીઓને દેશભરના તાલીમ કેન્દ્રોમાં મોકલવામાં આવેલ છે જ્યાં તેમને પોલીસ કર્મચારીઓને તાલીમ આપવાનું કામ સોંપવામાં આવ્યું છે. જ્યારે અન્ય અધિકારીઓની ટુરિસ્ટ પોલીસ, આર્મ્ડ પોલીસ બટાલિયન અથવા ઈન્ડસ્ટ્રીયલ પોલીસમાં બદલી કરવામાં આવેલ છે. 5 ઓગસ્ટના રોજ શેખ હસીનાના રાજીનામા બાદ તમામ પોલીસમાં બધા સ્તર પર ફેરબદલી કરવામાં આવી છે.
13 ઓગસ્ટના રોજ, ગૃહ મંત્રાલય દ્વારા ત્રણ અલગ-અલગ નોટીસ જાહેર કરીને ત્રણ વધારાના આઈજી સહિત 51 પોલીસકર્મીઓની બદલી કરવામાં આવી છે. રવિવારના ઢાકા મેટ્રોપોલિટન પોલીસ (ડીએમપી) રેન્કના એડિશનલ ડેપ્યુટી કમિશનર અને આસિસ્ટન્ટ કમિશનરના 13 અધિકારીઓની શહેરની બહાર બદલી કરાઈ હતી. ત્યાર બાદ ડીએમપી ડેપ્યુટી કમિશનરના પદ પર સાત અન્ય અધિકારીઓની નિમણૂકતા કરવામાં આવી હતી. રવિવારના 73 પોલીસ અધિકારીઓને ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલના હોદ્દા પર બઢતી અપાઈ હતી.
Bangladesh ને વર્ષ 1971 માં આઝાદી પ્રાપ્ત થઈ હતી. બાંગ્લાદેશમાં આઝાદી બાદ આરક્ષણ પ્રથા અમલમાં રહેલ છે. આ અંતર્ગત સ્વાતંત્ર્ય સેનાનીઓના બાળકો માટે 30 ટકા, દેશના પછાત જિલ્લાના યુવાનો માટે 10 ટકા, મહિલાઓ માટે 10 ટકા, લઘુમતીઓ માટે 5 ટકા અને દિવ્યાંગો માટે એક ટકા અનામતની જોગવાઈ કરવામાં આવી હતી. આ રીતે બાંગ્લાદેશમાં સરકારી નોકરીઓમાં 56 ટકા આરક્ષણ રહેલું હતું. વર્ષ 2018માં બાંગ્લાદેશના યુવાનો દ્વારા આરક્ષણ વિરુદ્ધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ઘણા મહિનાઓ ના વિરોધ બાદ બાંગ્લાદેશ સરકાર દ્વારા આરક્ષણ સમાપ્ત કરવાની જાહેરાત કરવામાં આવી હતી.
એવામાં ગયા મહિને 5 જૂનના બાંગ્લાદેશની સુપ્રીમ કોર્ટે દેશમાં જૂની આરક્ષણ પ્રણાલી ને ફરીથી લાગુ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. શેખ હસીના સરકાર દ્વારા પણ સુપ્રીમ કોર્ટના નિર્ણય સામે અપીલ કરવામાં આવી હતી, પરંતુ સુપ્રીમ કોર્ટ દ્વારા આદેશ ને યથાવત રાખવામાં આવ્યો હતો. તેના લીધે વિદ્યાર્થીઓ નારાજ થઈ ગયા અને તેમના દ્વારા વિરોધ શરૂ કરવામાં આવ્યો હતો. બાંગ્લાદેશ ની યુનિવર્સિટીઓ થી શરૂ થયેલો આ વિરોધ હવે હિંસામાં ફેરવાઈ ગયો છે.