Nigeria માં સર્જાઈ મોટી દુર્ઘટના, બોટ પલટી જતાં 27 લોકોના કરુણ મોત, 100 થી વધુ લોકો ગુમ

Amit Darji

Nigeria થી મોટા સમાચાર સામે આવ્યા છે. જાણકારી મુજબ, ઉત્તરમાં નાઈજર નદીમાં શુક્રવારના રોજ એક મોટી બોટ દુર્ઘટના સર્જાઈ હતી. આ અકસ્માતમાં ઓછામાં ઓછા 27 લોકોના મૃત્યુ નીપજ્યા છે અને 100 થી વધુ લોકો ગુમ રહેલા છે. તેમાં મોટાભાગની મહિલાઓ રહેલ છે. આ દુર્ઘટના ત્યારે સર્જાય ત્યારે બોટ કોગી સ્ટેટથી નાઈજર સ્ટેટ ના ફૂડ માર્કેટ માં જઈ રહી હતી અને ત્યાર બાદ બોટે પલટી ખાઈ લીધી હતી.

તમને જણાવી દઈએ કે, દુર્ઘટના સમયે બોટમાં લગભગ 200 લોકો સવાર રહેલા હતા. નાઈજર સ્ટેટ ઈમરજન્સી મેનેજમેન્ટ એજન્સી ના પ્રવક્તા ઈબ્રાહિમ ઓડુ ના જણાવ્યા મુજબ, બચાવ કર્મીઓ દ્વારા શુક્રવાર સાંજ સુધીમાં 27 મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. કોગી સ્ટેટ ઇમરજન્સી સર્વિસીસના પ્રવક્તા સાન્દ્રા મોસેસ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, સ્થાનિક ડાઇવર્સ દ્વારા અન્ય ગુમ થયેલા લોકોની શોધ કરવામાં આવી રહી હતી, પરંતુ અકસ્માત ના લગભગ 12 કલાક બાદ પણ કોઈ જીવંત મળ્યું નથી.

તેમ છતાં દુર્ઘટનાને લઈને કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી. પરંતુ સ્થાનિક મીડિયા દ્વારા જણાવવામાં આવ્યું છે કે, બોટ ઓવરલોડ રહેલી હતી. નાઇજિરીયાના દૂરના વિસ્તારોમાં રસ્તાની સુવિધાના અભાવને લીધે લોકો દ્વારા વારંવાર જળમાર્ગ નો ઉપયોગ કરવામાં આવે છે તેના લીધે બોટ પર ભીડ જોવા મળતી હોય છે.

તમને જણાવી દઈએ કે, નાઇજીરિયામાં આવા અકસ્માતો સામાન્ય રીતે બનતા રહે છે. મોટાભાગના અકસ્માતો ઓવરલોડિંગ અને જાળવણીના અભાવના લીધે થતા હોય છે. ઘણી વખત બોટમાં મુસાફરો માટે પૂરતા લાઈફ જેકેટ પણ રહેલા હોતા નથી. ઈમરજન્સી સેવાઓ અને સ્થાનિક બચાવ ટીમ દ્વારા ઘટનાસ્થળ પર પહોંચી ગયા છે અને રાહત કામગીરીમાં હાથ ધરવામાં આવી છે. એવામાં અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, મજબૂત પ્રવાહ અને ઊંડા પાણીના લીધે બચાવ કાર્યમાં અવરોધ ઉભો થયો છે.  જ્યારે બોટમાં સવાર મોટાભાગના મુસાફરો માં મહિલાઓ રહેલી હતી. જેઓ બજારમાં ખાદ્યપદાર્થો વેચવા માટે જઈ રહી હતી. બોટ ના પલટી ખાધા બાદ ઘણા લોકો તરતા પણ જોવા મળ્યા હતા. પરંતુ મોટી સંખ્યામાં લોકો હજુ પણ ગુમ થયેલ છે.

Share This Article
Leave a comment