મલયાલમ અભિનેતા Bala ને લઈને એક આશ્ચર્યચકિત કરનાર સમાચાર સામે આવ્યા છે. તેના લીધે કારણે તે ફરી એક વખત ચર્ચામાં આવી ગયા છે. સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં થી અવારનવાર મૃત્યુ અને ધરપકડ જેવી આશ્ચર્યચકિત જાણકારી સામે આવી રહી છે. એવામાં હવે પ્રખ્યાત અભિનેતા બાલા ઉર્ફે બાલ કુમાર વિશે પણ મોટા સમાચાર સામે આવ્યા છે. તેની ધરપકડ કરવામાં આવી છે. તેની પૂર્વ પત્ની અને ગાયિકા અમૃતા સુરેશની ફરિયાદ બાદ કેરળના એર્નાકુલમ માં કદાવંથરા પોલીસ દ્વારા બિનજામીનપાત્ર કલમ હેઠળ તેની ધરપકડ કરવામાં આવી છે. તેના સિવાય અભિનેતાની 12 વર્ષની પુત્રી દ્વારા પણ તેમના પર આરોપ લગાવવામાં આવ્યા છે.
અભિનેતા બાલાની કેમ કરાઈ ધરપકડ
મલયાલમ અભિનેતા બાલાની એક મહિલાને માનસિક અને શારીરિક ત્રાસ આપવા બદલ ધરપકડ કરવામાં આવેલ છે. તેની સાથે કિશોર ન્યાય કાયદા હેઠળ વધારાના આરોપ પણ દાખલ કરવામાં આવ્યા છે. ભૂતપૂર્વ પત્ની અમૃતા સુરેશ અને 12 વર્ષની પુત્રી ની ફરિયાદ બાદ સોમવાર 14 ઓક્ટોબર ના અભિનેતાને કોઈપણ વિલંબ વગર કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. પોતાની ફરિયાદમાં તેમના દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે, બાલા દ્વારા સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા તેનું અપમાન કરવામાં આવ્યું છે. તેણે એવો પણ દાવો કર્યો છે કે, બાલાના નવા વીડિયોથી તેની 12 વર્ષની દીકરીને નુકસાન પહોંચ્યું છે.
અમૃતા સુરેશ દ્વારા પોતાની ફરિયાદમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે, અભિનેતા તેના અને તેની પુત્રી વિશે પેઈડ ઓનલાઈન ઈન્ટરવ્યુ આપી રહ્યા છે. ANI ની રિપોર્ટ મુજબ, બાલા પર કિશોર ન્યાય કાયદા એક્ટ ની કલમ 75 હેઠળ આરોપ મૂકવામાં આવ્યો છે. આ કેસ 12 ઓક્ટોબરના રોજ નોંધવામાં આવ્યો હતો અને બાલા સિવાય તેના મેનેજર રાજેશની પણ અટકાયત કરવામાં આવી હતી. અભિનેતા બાલા ની ધરપકડ કોચી સ્થિત ઘરેથી કરવામાં આવી હતી. અભિનેતા બાલા અને તેના મેનેજરની બિનજામીનપાત્ર કલમ હેઠળ ધરપકડ કરવામાં આવી છે. અગાઉ બાલા દ્વારા આરોપ લગાવવામાં આવ્યો હતો કે, તેની પૂર્વ પત્ની અમૃતા તેને પુત્રી અવંતિકા ને મળવા દેતી નથી. આરોપ પછી તેની પુત્રી એ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તેમણે જણાવ્યું હતું કે, તેના પિતા ના લીધે તેને અને તેની માતાને કેવા પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યાર બાદ અભિનેતા ચર્ચામાં રહેલા છે.
કોણ છે મલયાલમ અભિનેતા બાલા?
બાલા મલયાલમ અને તમિલ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના પ્રખ્યાત અભિનેતામાંથી એક છે. તેમણે તેલુગુ સિનેમા માં તેની કારકિર્દીની શરૂઆત કરી અને પછી તમિલ સિનેમામાં પગલું ભર્યું હતું. મલયાલમ ફિલ્મોમાં અભિનય દ્વારા જબરદસ્ત ખ્યાતિ મેળવવામાં આવી હતી. 2012 માં તેણે દિગ્દર્શનની દુનિયામાં પ્રવેશ કર્યો હતો. તેમની કેટલીક શ્રેષ્ઠ ફિલ્મોમાં ‘પુથિયા મુખમ’, ‘એન્નુ નિન્તે મોઈદેન’, ‘પુલી મુરુગન’, ‘વિરમ અને લુસિફર’ નો સમાવેશ થાય છે.