Gujarat માં છેલ્લા થોડા દિવસોથી વરસાદે વિરામ લીધેલો છે. એવામાં હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે રાજ્યનાં ઉત્તર-પૂર્વી જીલ્લાઓમાં પાંચ દિવસ વરસાદની આગાહી કરી છે. જ્યારે આગામી દિવસોમાં રાજ્યનાં કેટલાક જીલ્લાઓમાં છૂટો છવાયો અને ભારે વરસાદની આગાહી કરી છે.
તમને જણાવી દઈએ કે, હવામાન વિભાગનાં ડાયરેક્ટર ડો. એ. કે. દાસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ગુરૂવારના રાજ્યનાં અનેક જીલ્લાઓમાં વરસાદની આગાહી કરી છે. ત્યારે આજથી રાજ્યમાં વરસાદનું જોર ઘટવાનું છે. હવામાન વિભાગ મુજબ છોટાઉદેપુરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. જ્યારે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ અને નર્મદામાં વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
તેની સાથે વધુમાં હવામાન વિભાગે જણાવ્યું કે, વરસાદ બંધ થવાના લીધે વાતાવરણમાં ગરમીનું પ્રમાણ વધી ગયું હતું. એવામાં વાતાવરણમાં એકાએક બફારાનું પ્રમાણ પણ વધતા લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા.
આ અગાઉ 15 થી 17 મી તારીખના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી વરસાદ વરસવાની આગાહી કરી હતી. તેના સિવાય સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં મધ્યમ વરસાદ વરસવાની આગાહી કરી હતી.