હવામાન વિભાગની મોટી આગાહી, આ જિલ્લાઓમાં રહેશે મેઘરાજાનો કહેર

Amit Darji

રાજ્યમાં હાલ વરસાદ નહિવત જોવા મળી રહ્યો છે. એવામાં હવે હવામાન વિભાગ દ્વારા ફરી એક વખત વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા કેટલાક જિલ્લાઓમાં આજે યલો એલર્ટ તો કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તેની સાથે વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે જ્યારે નર્મદા, સુરત, તાપી, નવસારી અને ડાંગ માં ભારે વરસાદ સાથે યેલો એલર્ટ આપવામાં આવેલ છે.

હવામાન વિભાગ દ્વારા તારીખ 26 અને 27, 28 સપ્ટેમ્બર ના રોજ અમદાવાદમાં ભારે વરસાદ સાથે યેલો એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે આજે ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, નર્મદા, સુરત અને તાપીમાં વરસાદને લઈને યેલો એલર્ટ આપવામાં આવ્યું છે.

તેની સાથે નવસારી, ડાંગ, વલસાડ અને દાદરા નગર હવેલીમાં આજે ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે 26 સપ્ટેમ્બરના રોજ અમદાવાદ, બોટાદ, ગીર સોમનાથ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ અને નર્મદામાં યેલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમરેલી, ભાવનગર, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, દમણ અને દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સિવાય તારીખ 25 અને 26 ના રોજ નવસારી, દમણ, વલસાડ, દાદરા અને નગર હવેલીમાં છૂટા છવાયા સ્થળો સાથે ભારે વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે.

 

Share This Article
Leave a comment