હવામાન વિભાગની મેઘરાજાને લઈને મોટી આગાહી, જાણો કેવો રહેશે આગામી દિવસોમાં વરસાદ?

Amit Darji

ગુજરાતમાં વરસાદે વિરામ લીધેલો છે પરંતુ હવે તેને લઈને વધુ એક આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આજે આગામી પાંચ દિવસ માટેની વરસાદ અંગેની આગાહી કરવામાં આવી છે. જેમાં ગુજરાતમાં સાત દિવસ અનેક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગે કરી છે.

આ બાબતમાં હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર એ. કે. દાસે જણાવ્યું છે કે, સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં થન્ડરસ્ટોર્મ સાથે વરસાદની આગાહી કરી છે. તેના સિવાય તેમને વધુમાં જણાવ્યું છે કે, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં સામાન્ય વરસાદ વરસવાની શક્યતા રહેલી છે.

હવામાન વિભાગ દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું છે કે, આજે સૌરાષ્ટ્રના ચાર અને મધ્ય-દક્ષિણ ગુજરાતના આઠ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. તેમાં સૌરાષ્ટ્રના રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, વલસાડ જીલ્લો અને દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા વિસ્તારોમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે, 18 થી 20 ઓક્ટોબર દરમિયાન દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. તેની સાથે 21-22 ઓક્ટોબરના દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

 

Share This Article
Leave a comment