રાજ્યમાં છેલ્લા થોડા દિવસોથી વરસાદે વિરામ લીધો છે. એવામાં હવે હવામાન વિભાગ દ્વારા મેઘ ને લઈને મોટી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગમાં આજે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા વરસાદને લઈને આગાહી કરી છે.
હવામાન વિભાગ દ્વારા આજે છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, જૂનાગઢ, અમરેલી, રાજકોટ, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં વરસાદને લઈને આગાહી કરી છે. તેની સાથે આગામી 2 દિવસ બાદ સૌરાષ્ટ્ર અને કચ્છમાં વાતાવરણ સૂંકુ રહેવાનું છે. રાજ્યમાં સીઝનનો 44% વધુ વરસાદ વરસી ચુક્યો છે. ત્યારે સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉતર ગુજરાતના ભાગોમાં તાપમાન 2 ડિગ્રી જેટલું વધવાની શક્યતા રહેલી છે. આ સિવાય અમદાવાદ-ગાંધીનગરમાં તાપમાન 32 ડિગ્રી આજુબાજુ રહેવાનું રહેશે. જ્યારે રાજ્યમાં તાપમાન 34 થી 35 ડિગ્રી રહેવાની શક્યતા વ્યકત કરી છે.
તેની સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા નવરાત્રિ દરમિયાન વરસાદ વરસવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરતા જણાવવામાં આવ્યું છે કે, 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર સુધી રાજ્યમાં છૂટાછવાયા વરસાદની શક્યતા રહેવાની છે. આ સાથે નવરાત્રિ દરમિયાન સામાન્ય વરસાદ જોવા મળવાનો છે. સૌરાષ્ટ્રના અનેક વિસ્તારો માં છૂટો છવાયો વરસાદ રહેવાનો છે. જેમાં જૂનાગઢનાં અમરેલી, ભાવનગર ના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે છે.
આ સિવાય વધુમાં તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે, 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર દરમિયાન હસ્ત નક્ષત્રમાં ગાજવીજ સાથે કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે. જ્યારે 10 ઓક્ટોબરથી 13 ઓક્ટોબર દરમ્યાન બંગાળના ઉપ સાગરમાં ચક્રવાત થવાની શક્યતા રહેલી છે. આ સાથે નવરાત્રિ દરમ્યાન છૂટો છવાયો વરસાદ વરસવાની શક્યતા રહેલી છે.