દેશમાં હાલ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. એવામાં હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને મોટી જાહેરાત કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા Gujarat સહિત લગભગ નવ જેટલાં રાજ્યોમાં ભારે વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગ દ્વારા ગુજરાત સહિત નવ રાજ્યોમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે અન્ય ચાર રાજ્યોમાં વરસાદ અંગે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, ત્રિપુરા અને ગુજરાતમાં છેલ્લાં ઘણાં દિવસોથી ભારે વરસાદ જોવા મળી રહ્યો છે અને અનેક જગ્યાએ પૂર જેવી સ્થિતિ ઉભી થઈ છે. જ્યારે ત્રિપુરામાં ચિંતાજનક વાતાવરણ બન્યું છે.
તેની સાથે હવામાન વિભાગ દ્વારા રવિવારના દિલ્હીમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે મહત્તમ અને લઘુત્તમ તાપમાન 35 અને 26 ડિગ્રી સેલ્સિયસ ની આજુબાજુ રહે તેવી શક્યતા છે. જ્યારે ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, મધ્યપ્રદેશ, રાજસ્થાન, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરા માં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બીજી તરફ ઓડિશા, પશ્ચિમ બંગાળ, કર્ણાટક અને રાજસ્થાનમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવેલ છે.
આ સિવાય હવામાન વિભાગ દ્વારા 26 ઓગસ્ટના રોજ ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. મધ્યપ્રદેશ, ગોવા અને કર્ણાટક માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. આ સિવાય આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં પણ ભારે વરસાદની શક્યતા રહેલી છે. જ્યારે ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ અને બિહાર માં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
તેની સાથે હવામાન વિભાગ દ્વારા ૨૭ ઓગસ્ટને લઈને પણ આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા મહારાષ્ટ્ર, રાજસ્થાન અને ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. તેની સાથે હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, કેરળ, ત્રિપુરા અને મિઝોરમમાં ભારે વરસાદની શક્યતા રહેલી છે. જ્યારે ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદ જોવા મળી શકે છે. તેની સાથે ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છમાં 28 ઓગસ્ટના ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.