હવામાન વિભાગની મોટી આગાહી, આ રાજ્યોમાં આપ્યું Rain ને લઈને આપ્યું રેડ એલર્ટ

Amit Darji

હવામાન વિભાગ દ્વારા Rain ને લઈને મોટી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને જમ્મુ-કાશ્મીર સહિત 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાતમાં ભારે વરસાદ બાદ 18 જિલ્લાઓ માં પૂરની સ્થિતિ સર્જાયેલી છે. આ સિવાય ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.

હવામાન વિભાગ દ્વારા ગુજરાત, હિમાચલ પ્રદેશ, પશ્ચિમ રાજસ્થાન, કેરળ, ઓડિશા, ઉત્તર પ્રદેશ, ઝારખંડ, જમ્મુ-કાશ્મીર, બિહાર અને મહારાષ્ટ્ર સહિત 14 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેની સાથે રાજધાની દિલ્હી અને તેની આજુબાજુ વિસ્તારોમાં બુધવાર ના એટલે 28 ઓગસ્ટની રાત્રીના વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા ઉત્તર પ્રદેશ ના અનેક જિલ્લાઓમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં પૂરના લીધે અનેક લોકો પ્રભાવિત થયા છે. વરસાદ અને પૂર સંબંધિત અકસ્માતો માં અત્યાર સુધીમાં 19 લોકોના મૃત્યુ નીપજ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રાજ્ય સરકારને શક્ય તમામ મદદ કરવાની ખાતરી આપવામાં આવી છે.

તેની સાથે ગુજરાત સિવાય રાજસ્થાનમાં પણ ઘણી જગ્યાએ ભારે વરસાદ જોવા મળ્યો છે. એવામાં માઉન્ટ આબુમાં સૌથી વધુ 88.2 મિ.મી વરસાદ વરસ્યો હતો. આ સિવાય ગંગાનગર અને સિરોહી જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગ દ્વારા સપ્ટેમ્બર ના પ્રથમ અઠવાડિયામાં રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ સિવાય હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ કલાક માટે ગુજરાત માં વિવિધ વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. છે. એવામાં રાજ્યમાં સર્વત્ર જિલ્લાઓ માં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. તેમાં પણ કચ્છ, જામનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ અને જુનાગઢમાં ભારે વરસાદની આગાહી કરી છે. આ સિવાય સુરેન્દ્રનગર, અમરેલી, ગીર સોમનાથ, દીવ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા અરવલ્લી, ભાવનગર, મહિસાગર, દાહોદ, પંચમહાલ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ગાંધીનગર અને અમદાવાદમાં હળવા વરસાદની આગાહી કરી છે.

 

Share This Article
Leave a comment